________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પામી, શ્રાવકના બાર વ્રત સુબુદ્ધિ પ્રધાન પાસે લીધા છે. વળી પચ્ચખ્ખાણ કરાવનાર જાણ અજાણની ચભંગી કહેલી છે ૧ કરાવનાર જાણ અને કરનાર જાણ તે શુદ્ધ. ૨ કરાવનાર જાણ પણ કરનાર અજાણ છે, માટે વ્રતની વિધિ બતાવવાથી તે પણ શુદ્ધ છે. ૩ કરાવનાર અજાણ પણ કરનાર જાણ છે તે પણ શુદ્ધ કહેવાય છે, પણ ત્યાં દેખાડ્યું છે કે જે તથાવિધ ગુરૂને અભાવે પિતા, દાદા, મામા, ભાઈ વિગેરેને કોઈની સાક્ષી રાખવી તેઓ અજાણ છે પણ પોતે જાણે છે, માટે શુદ્ધ છે. ૪ કરનાર કરાવનાર બન્ને અજાણ છે, તે અશુદ્ધ છે માટે જાણકાર પાસે લેવું તે વિશેષ ઉત્તમ છે.
દ્રોપદી પાંચમે દેવલોકે ગયેલ છે તેમ કહેલ છે. હૈમ વીરચરીત્રે બારમે દેવલોકે ગયેલ છે. શત્રુંજય માહાત્યે પાંચમે દેવલોકે ગયેલ કહેલ છે. દ્રોપદી સુકુમાલિકાના ભાવમાં પંદર દિવસની સંખના કરી, કાળ કરી ઈશાન દેવલોકે ગયેલ છે. શત્રુંજય માહાપે, શીલતરંગિણીમાં તથા હૈમ નેમિચરિત્રે દ્રોપદીના જીવે સુકુમાલિકાના ભવમાં આઠ માસની સંલેખના કર્યાનું લખાણ છે.
ઈદ્રિયોને ગુપ્ત રાખવી જોઈએ. જાઓ રાગ દ્વેષથી રહિત થઈને વિષયોને રોકનારા પ્રાણિયો મૃદંગધ્રહના સુખને પામનારા કાચબાની જેમ સુખને પામે છે, અને બીજા સંસારસાગરમાં પડેલા પ્રાણિયો પાપકર્મના વશથી શીયાળે પકડેલા કાચબાની જેમ અનર્થની પરંપરાને પામે છે, જ્ઞાતાસૂત્રે.
હજાર વર્ષ સુધી સંયમ પાળે પરંતુ અંતે જો ખરાબ અધ્યવસાય થાય, તો કંડરીકના પેઠે સિદ્ધિપદ પામતો નથી . અને ફક્ત થોડો જ કાળ જો શુદ્ધ સંયમ ભાવથી પાળે તો પુંડરીકના પેઠે પોતાનું કાર્ય સિદ્ધ કરે છે. જ્ઞાતાસૂત્રે.
નવનિયાણા મધ્યે દ્રોપદીએ જ્ઞાતાધર્મકથાનુસારે ચોથુ નિયાણું કર્યાની સંભાવના જણાય છે, પરંતુ પરમ અધ્યવસાયના યોગથી
(૨૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org