________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ થાય છે કે મિથ્યાત્વીની સેવા કરવાથી પોતાના ગુણોની હાનિ થાય છે. પન્નવણા સૂત્રે.
ગતમસ્વામીએ પૂછવાથી વીર ભગવાને કહ્યું કે હે ગોયમા ! ઉર્ધ્વલોકે તથા તેના એક દેશ ભાગે તથા ઉર્ધ્વલોકે એકાદશ ભાગે વાવડી આદિને વિષે બેંદ્રિયાદિ પર્યાપ્તા અપર્યાપ્તાના સ્થાનો હોય છે. એ પ્રમાણે તે ઈદ્રિય અને ચઉરિદ્રિયનું પણ જાણવું. પન્નવણા સૂત્ર
વનસ્પતિમાં જ્યાં એક બાદર પર્યાપ્ત જીવ હોય ત્યાં તેની નિશ્રાએ પ્રત્યેક વનસ્પતિના અપર્યાપ્ત જીવ સંખ્યાતા અથવા અસંખ્યાતા હોય, અને સાધારણ વનસ્પતિમાં તો નિયમા અનંતા જીવો ઉત્પન્ન થાય છે. એવી રીતે નાગરવેલના એક પાન વિગેરેમાં અસંખ્ય જીવો હણાય છે, તેને આશ્રિત લીલફુગોના સંભવ થકી તો અનંતા જીવો હણાય છે, માટે તેને અવશ્ય વર્જવા. પન્નવણા સૂત્રે
અંતર્મુહૂર્તના આયુષ્ય વાળો તંદુલીયો મત્સ્ય મરીને સાતમી નરકે જાય છે, જીવાભિગમ સૂત્રે પણ એમ જ કહેલ છે. સ્ત્રી કાળધર્મને પામીને સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે ઉત્પન્ન થાય છે. વાસુપૂજ્ય ચરિત્રો તેમજ વિજયચંદ્ર કેવલી ચરિત્રે પણ એમજ કહેલ
વૈક્રિય શરીરને વિષે શુક્રના પુદગલો હોવાથી દેવો મનુષ્યોની સ્ત્રીઓ સાથે મૈથુન સેવે છે, છતાં ગર્ભ ધારણ કરી શકે નહિ. પન્નવણા સૂત્ર
જઘન્ય અંગુલના અસંખ્યાતમે ભાગે અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપસમુદ્રને દેખવાનું તિર્યંચને અવધિજ્ઞાન હોય છે. પન્નવણા સૂત્ર
સાતમી નરકથી નીકળી પ્રાણી માછલાપણે જ ઉત્પન્ન થાય તેવો કાંઈ પણ નિયમ નથી. પન્નવણા સૂત્રે
સ્ત્રી પાંચ અનુત્તર વિમાનમાં જઈ શકે છે. તથા પ્રકારના અધ્યવસાયના સભાવથી. પન્નવણા સૂત્ર
ન 3૬
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org