________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
લ્પવૃત બીજે ખંડે રૂપીયા નું પ્રમાણ માન) અનેકાર્થચૂર્ણિને વિષે નીચે મુજબ કહેલું છે,
ચાર વરાટકે એક ગંડ, પચીશ ગંડે(એક) પણ તેનો ચોથો અંશ એક કાકણી, એંશી કાકણીએ એક રૂા.એટલે વીશ વરાટÁ એક કાકણી થઈ, તથા વિશાલિકા નામ બે સરવાળી સૂત્રની પટી(વસ્ત્ર) તે દેખાવમાં ખરાબ લાગે માટે સાધુને ન કહ્યું.
લ્પસૂત્ર અંતરવાસનાયામ્ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવોનો જન્મ વિદ્યાધરોના વંશમાં થતો નથી. ઈદ્ર પણ હરિણગમેથી દેવને ઉપર પ્રમાણે જ કહેલું છે.
અંતરવાંચનામાં તથા જંબૂદ્વીપપન્નત્તિમાં સુઘોષાનુ માન એક જ જોજનનું કહેલ છે અને છૂટકપ2૧૨ જોજન માન કહેલ છે.
તીર્થકર મહારાજના જન્મ સમયે ચાર નિકાયના દેવો નીચે મુજબ ઉઠે છે:
ભુવનપતિ શંખના શબ્દથી સસંભ્રમ ઉઠે છે. વ્યંતરો પટના શબ્દથી સસંભ્રમ ઉઠે છે. જયોતિષી સિંહનાદવડે સસંભ્રમ ઉઠે છે. વૈમાનિકો સુઘોષા ઘંટાનાદથી સસંભ્રમ ઉઠે છે.
હવે જ્યારે ઈંદ્રોના આસનો કંપાયમાન થાય છે ત્યારે પ્રથમ ક્રોધ થાય છે તેના લક્ષણો નીચે મુજબ છે.
ભ્રકુટી ઉંચી કરે, નેત્રો લાલ કરે,હૃદય તથા હોઠને કંપાયમાન કરે, શસ્ત્રોને કંપાવે, ભુજા સામું જોવે-આવી રીતના લક્ષણો ક્રોધ પામેલા ઈંદ્રોના હોય છે.
સુઘોષા ઘંટનું પ્રમાણ ૧૨ યોજન પહોળો ૮ યોજન સાથે ઉંચો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org