________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
વ્યવહાર ભાષ્ય જે પ્રતિમા ધર મુનિ હોય તે પ્રતિમા પૂરી થયા પછી ગુરૂજીને ખબર આપે છે તેથી ગુરૂજી રાજા પ્રમુખ શ્રાવકને જણાવવાથી ગામમાં આડંબર સહિત પ્રવેશ કરાવવાથી લોકો ધર્મના રાગી થાય છે. તથા જૈન શાસનની પ્રભાવના થાય છે.
કોઈ મુનિને પ્રાયશ્ચિત લેવા માટે ગુરૂનો યોગ ન હોય તો ભરૂચમાં મુનિસુવ્રતસ્વામીનું આરાધન અટ્ટમ કરી કરે તો અધિષ્ઠાયકજી દેવ પ્રાયશ્ચિત આપે છે.
વ્યવહારનિર્યુક્તિ વર્ષાઋતુમાં સાત દિવસ, હેમંતમાં પંદર દીવસ, ગ્રીષ્મમાં માસ ઉપરાંત લૂણ ખપે નહિ.
- વ્યવહાર ભાષ્ય સાતમા ઉશે. સજઝાય ધ્યાન ન કરવાના દિવસોમાં સજઝાય ધ્યાન કરવાથી પ્રાયશ્ચિત આવે છે, માટે દિવસની ત્રણ સંધ્યા અને ચોથી મધ્યરાત્રો સજઝાય ધ્યાન ન કરવું.
વ્યવહારચૂણ ઓઢવાનું વસ્ત્ર, આભૂષણ વગેરે મુકીને મુહપત્તિ ગ્રહણ કરીને વસ્ત્ર કાયાદિકનું પ્રમાર્જન કરી પોષધાદિક આચરવાં.
દશાશ્રુતસ્કંધ પ્રથમ અધ્યયને શ્રેણિક અને ચેલણાના રૂપ-ભોગ દેખીને કેટલાક સાધુ સાધ્વીયોએ નિયાણા બાંધેલા છે.
અર્ધપુદ્ગલપરાવર્તનથી અધિક સંસાર હોય તે કૃષ્ણપાક્ષિક,
૫૦.
To
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org