________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
સર્વ લોકને વિષે સૂક્ષ્મ જીવો હોય છે, એક દેશે બાદર હોય છે. તથા
तथा पत्तेयतरुं मुत्तुं, पंचवि पुढवाईणो सयललोए ।
તથા પ્રત્યેક વનસ્પતિકાયને છોડી દઈને પૃથ્વીકાયાદિક પાંચે સકલ લોકમાં હોય છે, એમ અનેક ગ્રંથમાં કહેલ છે.
દીક્ષા લેનારાનું નામ બદલવાનું કહેલું છે. નમિરાજર્ષિ પ્રત્યેકબુદ્ધની માતા મદનરેખાનું નામ દીક્ષામાં સુવ્રતા રાખેલ છે.
આઠમ ચૌદશે વાંચના આપવી નહિ. હરિકેશી મુનિની વૈયાવચ્ચ કરનાર હિંદક્ષનું વૃત્તાંત કહેલું
છે.
ગુરૂનો આઠ પ્રકારનો વિનય કહ્યો છે.
ઉત્તરાધ્યયન સૂત્રે કૃષ્ણ મહારાજના વચનથી બાર વર્ષ સુધી છઠ્ઠ,અટ્ટમ, આંબેલ, તપ, જપ, પ્રભુપૂજા વિગેરે કરવાથી કૈપાયન અગ્નિકુમારમાં ઉત્પન્ન થયેલાએ આવી ઉપદ્રવ કરવાનો વિચાર કર્યો પણ ધાર્મિક ક્રિયા થતી હોવાથી તેનું કાંઈપણ નહિ ચાલવાથી બાર વર્ષ સુધી કાંઈપણ કરી શક્યો નહિ. ત્યારબાદ લોકોએ ધર્મધ્યાન ત્યાગ કરવાથી છળને પામી વૈપાયને દ્વારિકા બાળી.
સત્તર પ્રકારે મરણ કહેલ છે. ઉત્તરાધ્યયને સાધર્મિક વાત્સલ્ય પ્રભાવના કહેલ છે. ઉત્તરાધ્યયને
જેઓ દેવ અને ગુરૂ પાસે સાથીયો કરવાનું ન માને તેને અજ્ઞાની જાણવા, ફક્ત સાધુને સ્વસ્તિક ન હોય. ઉત્તરાધ્યયને
દ્રોપદી રાજીમતી પાસે દીક્ષા લઈ બારમે દેવલોકે ગયેલ છે. ઉત્તરાધ્યયન સૂત્ર. બીજે અધ્યયને
(૬૩)
૬૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org