________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ઓઘનિર્યુક્તિસૂત્રવૃત્તો સાધુ પ્રાતઃકાળે એક પોરિસી સુધી કોઈપણ સાંભળે તેવા શબ્દો ન બોલે, બોલે તો નીચે લખેલા દોષો લાગવાથી મહાઅનર્થ થાય.
૧. શબ્દો સાંભળવાથી જાગીને લોકો અપકાયના મંત્રો જોડે, વાહનો જોડે, સજજ કરે સ્ત્રીઓ પાણી ભરવા જાય ૨. વાણિયાઓ ઘર છોડીને કામે ચાલવા માંડે ૩. ધાન્યને માટે લોકો ખેતરમાં જાય ૪. લુહાર લોકો અગ્નિને પ્રદિપ્ત કરે ૫. કુટુંબીઓ પોતપોતાના કામે લાગે ૬. માછીમારો કાળો લઈ કુકર્મ કરે ૭. ચંડાલો જીવો મારે ૮. ચોર લોકો જાગી જાય ૯. માળીયો જાગીને છેદનભેદન કરે. ૧૦.પરસ્ત્રીલંપટો જાગી કુકર્મ કરે ૧૧.પાંથ લોકો જાગી પાપની ક્રિયા કરે ૧૨. યંત્રવાળા જાગી યંત્રો ચલાવે.
નંદીસૂબે આ દ્વાદશાંગી ગણિપિટક સમક્તિવંતે ગ્રહણ કર્યું હોય તો તે સમ્યફશ્ચત કહેવાય અને મિથ્યાત્વીએ ગ્રહણ કર્યું હોય તે મિથ્યાશ્રુત કહેવાય છે.
શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તો પણ એમજ કહેલ છે, કારણ કે દસ પૂર્વનું જેને જ્ઞાન થાય છે તે સમકિતી કહેવાય છે.
અભવી સાડાનવ પૂર્વ સુધી ભણે છે. નંદીસૂત્રે છાપેલી પ્રતે પાને ૩૯૯ મે.
નંદીસૂત્રમાં મહાકલ્પ સૂટનું નામ છે. તેમાં લખેલું છે. કે મુનિ તથા પૌષધમાં શ્રાવકો જિનપ્રતિમાના દર્શન ન કરે તો પ્રાયશ્ચિત આવે.ઈતિ નંદીસૂત્રો તથા મહાકલ્પસૂત્રો
હંસની જીભમાં ખાટો પદાર્થ હોવાથી એટલે જીભ ખાટી હોવાથી દૂધ ફાટીને કુચા થઈ જાય છે તેથી હંસ દૂધ પીવે છે. નંદીસૂત્રવૃત્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org