________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ઉત્તરાધ્યયન નવમા અધ્યયને ૧. કલિંગ દેશમાં કરકંડુ રાજા. ૨. પાંચાલ દેશમાં દ્વિમુખ રાજા. ૩. વિદેહમાં નગ્નતિ રાજા. આ ચારે રાજા પુષ્પોતર વિમાનથી એક કાળે આવ્યા, એક કાળે દીક્ષા લઈ એક કાળે મોક્ષે ગયા.
ઉત્તરાધ્યયન ચૌદમા અધ્યયને સ્ત્રીના કામભોગનું સુખ એક ક્ષણ માત્રનું છે અને તેમાં ઘણા કાળનું દુ:ખ છે. વળી તેમા દુઃખ ઘણું છે અને સુખ અલ્પ છે. સંસારથી મુક્ત થવાવાળાનો તે શત્રુભૂત છે, તથા અનર્થની ખાણ છે.
ઉત્તરાધ્યયન અઢારમા અધ્યયને આ પ્રમાણે ધર્મ અને અર્થથી ઉપશોભિત પુન્યપદ સાંભળીને ભરત ચક્રીએ પણ ભરતક્ષેત્રનો અને કામાદિકનો ત્યાગ કરી દીક્ષા લીધી. આવી રીતે સંયત મુનિને સ્થિર કરવા બીજા મુનિએ કહ્યું.
ઉત્તરાધ્યયને વેવીશમે અધ્યયને પાર્શ્વનાથ મહારાજાને અશોક વૃક્ષ નીચે કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલ કહેલ છે. કલ્પસૂત્રમાં તથા પાર્શ્વનાથ ચરિત્રે ધાતકી વૃક્ષના નીચે કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલું કહેલું છે.
ઉત્તરાધ્યયન સૂત્ર ચોવીશમા અધ્યયને રાત્રિએ પ્રથમ પ્રહરે સઝાય ધ્યાન કરે, બીજે પ્રહરે ધ્યાન ધરે, ત્રીજે પ્રહરે નિદ્રા કરે, ચોથે પ્રહરે સજઝાય ધ્યાન કરે.
ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મુખરતા, વિકથા એ આઠ સ્થાન વર્જીને અસાવદ્ય એવા કાર્યમાં યથા યોગ્યકાળે ભાષા બોલવાનું સાધુને કહેલું છે.
૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org