________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
પ્રેતની જેમ સ્ત્રીને વળગી, સર્વ અંગને મહાનું પ્રયાસ આપી, છે. આ પ્રાણીજે ક્રીડા કરે છે, તેનાથી તેને સુખી કેમ કહેવાય ? પશુ પણ મૈથુન સેવે છે. તો તેમાં તત્વ શું?
અત્યંત હર્ષ અને વિષાદ(ખેદ) વડે કરી અત્યંત ચિંતવન કરવું -ચિંતા કરવી તે અધ્યવસાય કહેવાય છે. તે અધ્યવસાયથી આયુષ્યથી ભેદાય છે. વિશેષાવશ્યક બૃહદ્યુત
આ લોકમાં સ્વચ્છ અભ્રક પટાંતરે રહેલો દીવો જેમ ઘરમાં સર્વ સ્થળે ઉદ્યોત કરે છે અને કાંઈ પણ આવરણ કરતો નથી તેમ ઉજજવળ વાદળાવડે સૂર્યનો પ્રકાશ પણ આવરણ કરતો નથી. તેવી રીતે શોધેલા મિથ્યાત્વના દળીયા પણ ન્યૂન શ્રદ્ધા કરે નહિ,એમ સમક્તિમોહની માટે સમજવું. તેમાં જે ત્રણ પુંજી છે તે સમ્યગદર્શની, બે પુંજી છે તે મિશ્રદર્શની, અને એકjજી છે તે મિથ્યાષ્ટિ છે. * અભવ્ય પણ અનેક વખત અકામનિર્જરા કરતો ગ્રંથી દેશ સુધી આવે છે. આવશ્યકસૂત્ર વૃત્તૌ.
આવશ્યકનિર્યુક્તિમાં ધ્યાનશતક વૃત્તી ઈંદ્ર તથા ચક્રવર્તી વિગેરેના રૂપાદિક અને સમૃદ્ધિ સાંભળીને અથવા જોઈને તેની પ્રાર્થના કરનારું અધમ નિયાણું કરવું કે,આ તપના અથવા દાન વિગેરેના પ્રભાવથી હું દેવેંદ્રાદિક થાઉં, તે આર્તધ્યાનનો ચોથો ભેદ જાણવો. અહીં કોઈ શંકા કરે કે એ અધમ કેમ કહેવાય? તેના ઉત્તરમાં કહેવાનું કે- તે ધ્યાન અત્યંત અજ્ઞાનમગ્નપણાથી થાય છે, તેથી તે અધમ ધ્યાન કહેવાય છે, કેમ કે જ્ઞાની સિવાય બીજાઓને જ સાંસારિક વૈભવમાં અભિલાષ થાય છે.
દશવૈકલિક ટીક્રયામ્ જિનપ્રતિમાના દર્શનથી મનકપિતા શય્યભવ બોધ પામ્યા છે. મનુષ્ય કરતાં દેવતાને વિશેષ વિવેક કહેલ છે.
૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org