________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ એવા એવા એક સો ને આઠ નિર્મલ કાવ્યથી પ્રભુની સ્તુતિને કરે છે. તે કહે છે.સિદ્ધઅવસ્થાને પામનારા, તત્ત્વના જાણ, કર્મરહિત,રાગદ્વેષરહિત, નિરાભિમાન,ધર્મને વિષે ચાર ગતિનો અંત કરનાર ચક્રવર્તી એવા હે ભગવન્! તમને અમે નમસ્કાર કરીએ છીએ.
યુગલીયા મરણ પામે ત્યારે તેના શરીરને ભાખંડ પક્ષી સમુદ્રમાં નાખે છે તેમ તેમઋષભ ચરિત્ર કહ્યાં છે અને કેટલાક કહે છે કે ગંગાદિક નદીમાં નાખે છે. જંબુદ્વીપ પત્તો ,
સૂર્યપન્નતિ ટીાયામ જેવી રીતે સૂર્યનો ચાર દક્ષિણાયન અને ઉત્તરાયન છે તેવી રીતે ચંદ્રમાનો ચાર પણ દક્ષિણાયન ઉત્તરાયન તરફનો છે.
નિશીથસૂત્ર અભક્ષ્ય ત્યાગનો અધિકાર છે તેમજ બૃહત્કલ્પ, આચારાંગ, દશવૈકાલિક, પ્રવચનસારોદ્વાર યોગશાસ્ત્ર, સેનપ્રશ્ર, શ્રાદ્ધવિધિવૃંદારવૃત્તિ વિગેરેમાં પણ અભક્ષ્યત્યાગનું લખાણ છે.
મુનિયોએ રજોહરણને ઓશીકે અગર ડાબી બાજુ મુકવું નહિ પણ જમણી બાજુ મુકવું જોઈએ.
પાંચમા આરાના આઠમાં ઉદયમાં શ્રીપ્રભ નામના યુગ પ્રધાન આચાર્યના વખતમાં કલંકી થશે. તે અવસરે હીયમાન સમયમાં તીર્થ કહેતા દેરાસરો કોઈક જગ્યાએ હશે અને સાધુ-સાધ્વીઓ પણ બહુ જ અલ્પ હશે. તે વખતે કલંકી રાજા થશે. ઈતિ મહાનિશીથ તથા નિશીથ સૂત્રે.
પરંતુ તે કાલને આવવાને હજુદુ લગભગ સાત હજાર વર્ષની વાર છે. તેની વચ્ચે ઉપકલંકી ઘણા થશે. જેવા કે અલાઉદીન ખુની
૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org