________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ જિનપ્રતિમા પૂજતા નથી તેમજ વસ્ત્રાલંકારોને પણ ધારણ કરતા નથી. જેવા જન્મ ધારણ કરે છે તેવા જ શરીરવાળા હોય છે. જીવાભિગમ સૂત્રે
અષ્ટ પ્રકારી પૂજા તેમજ આરતિઆદિક કરવાને માટે જીવાભિગમ સૂત્રમાં કહેલું છે.
માનુષ્યોત્તર પર્વતના બહાર જેટલા સૂર્ય અને ચંદ્રો રહેલા છે તે સર્વેમાં ચંદ્રો અભિચી નક્ષત્ર વડે યુક્ત હોય છે. અને સૂર્યો પુષ્યનક્ષત્રવડે યુક્ત હોય છે, તેથી ઉષ્ણકાળે અતિ ઉષ્ણતા રહિત સૂર્યો અને શીતકાલે અતિશીતલતા રહિત ચંદ્રો હોય છે. જીવાભિગમ સૂત્રો
જે જે સ્થાનના ઈંદ્રો ચડી ગયા હોય તે તે સ્થાનને આશ્રય કરીને ચાર પાંચ સામાનિક દેવતાઓ બીજો ઈંદ્ર જયાં સુધી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી વહાર કરે(રહે છે,) જીવાભિગમે
તે ઈંદ્રોનો વિરહકાળ અને ઉત્પન્ન કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનો હોય છે. જીવાભિગમ સૂત્રે ' હે ભગવન્! જંબૂદ્વીપો કેટલા કહેલા છે ? હે ગોયમા ! અસંખ્યાતા કહેલા છે. જીવાભિગમ સૂત્રો
જીવાભિગમસૂત્ર વૃૌ નરકને વિષે ઉત્પન્ન થનારા સમયે કોઈક નારકીના જીવો ને ઉત્પાત કાલે કાંઈક શાતા વેદની કર્મનો ઉદય હોય છે. તેના કારણો નીચે મુજબ છે.
૧. જે પૂર્વભવે અગ્નિશસ્ત્રાદિક ના ઘાત રહિતપણે મરણ પામી અતિ સંકિલષ્ટ અધ્યવસાય રહિત નરકમાં ઉત્પન્ન થાય તેને પૂર્વભવે બાંધેલ પીડકરૂપ દુ:ખ ન થાય પરમાધામીએ કરેલું દુઃખ ન થાય, પરસ્પર ઉદીરણા કરેલું દુઃખ ન થાય.
૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org