________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
નંદા પુષ્કરણી નામની દેવતાની વાવ છે. તેમાં હજાર પાંખડીવાળા કમળો થાય છે. તે કમળોને લઈને દેવતાઓ નંદા પુષ્કરણીના ચારે દિશાઓમાં જયાં શાશ્વતા મંદિરો છે ત્યાં આવે છે અને ભગવાનને પૂજે છે. જીવાભિગમ સૂત્રે પણ એમજ કહેલ છે. રાયપણી સૂત્રો
પ્રદેશી રાજાને બોધ કેશી ગણધર મહારાજાથી થયો છે, અને સ્વલ્પ જ કાળમાં તેર છઠ્ઠ કરી તેરમાં છઠ્ઠને પારણે કાળધર્મ પામી દેવગતિમાં સૂર્યાભદેવપણે ઉત્પન્ન થયેલ છે.
અશોક વૃક્ષાદિકને ફૂલ દીઠા નથી. રાયપસણી તથા જીવાભિગમ સૂત્રે. દેવતાને નિદ્રા ન હોય. રાયપરોણી સૂત્રે
જીવાભિગમ વૃત્તા તંદુલીયો મચ્છ મરીને સાતમી નરકે જાય છે, વજઋષભનારાચ સંઘયણ છે. તથા સહસ્ત્રાર સુધીના કોઈક દેવો મેરૂવાવડીયોમાં સ્નાન કરતા મરીને તંદુલીયા મચ્છરણે ઉત્પન્ન થાય છે, કોઈક આનતાદિક દેવો મેરૂવાવડીયોમાં સ્નાન કરતા અને તેને વિદ્યાધરોએ જોતાં છતાં જ મરીને તંદુલીયા મચ્છપણે ઉત્પન્ન થાય છે.
જીવાભિગમ સૂત્રે કેટલાક વનો અને રત્નો દેવલોકને વિષે વનસ્પતિમય છે.
મનુષ્યક્ષેત્રની બહાર નદી, દ્રહ, મેઘની ગર્જના, બાદર અગ્નિ, જીનેશ્વરો, મનુષ્યજન્મ, મનુષ્યમરણ,છ ઋતુઓ એટલા પદાર્થો પીસ્તાલીશ લાખ યોજનના વિસ્તાર વાળા મનુષ્યક્ષેત્ર સિવાય કયાંય પણ હોતા નથી. ઈતિ જીવાભિગમ સૂત્રો તથા ક્ષેત્રસમાસે
રૈવેયકના દેવો વાવડી નહિ હોવાથી જળ નહિ હોવાથી
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org