________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૨. દેવકર્મણા પૂર્વ સાંકેતિક કરેલી ક્રિયા વડે નરકે જઈ વેદના ઉપશાંત નિમિત્તે કોઈ તથા પ્રકારની ક્રિયા કરે જેમ બળદેવે કૃષ્ણને કરેલ છે. તેમ થોડો કાળ માત્ર વેદના ન થાય , ત્યારબાદ નિશ્ચય થાય. ક્ષેત્ર સ્વભાવથી ઉત્પન્ન થવા વાળી અગર અન્ય વેદના જરૂર ઉત્પન્ન થાય.
૩. અધ્યવસાય નિમિત્તે નરકમાં ઉત્પન્ન થતી વખતે સમ્યકત્વ ઉત્પન્ન થાય તેવું નિમિત્ત બને તથા સારા અધ્યવસાય થવાથી કોઈક નારકી કાંઈક શાતવેદ કદાચિત્ તીર્થકર મહારાજાદિના ગુણાદિકની અનુમોદના કરવાથી હર્ષ થાય.
૪. કર્માનુભાવથી તીર્થકર મહારાજના જન્મ દિક્ષા, કેવલ કલ્યાણક બાહ્ય નિમિત્તે શાતાવેદનીનો ઉદય થાય .
ઉવવાઈ સૂત્રે પણ એમજ કહેલ છે.
ભરત ઐરાવત ક્ષેત્ર વિષે વર્તતા અરિહંત, ચક્રવર્તી બળદેવ, વાસુદેવ, જંઘાચારણ , વિદ્યાચારણ, સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવીકા વિગેરેના સંભવ થકી તેમની પુજાઈથી એ સુષ્મ દુષ્માદિકને લઈને મનુષ્યો પ્રકૃતિ ભદ્રક અલ્પ કષાયા મૃદુમાર્દવસંપન્ના વિનીતા તેના પ્રતાપથી જંબુદ્વીપ લવણસમુદ્રને બોળી દેતો નથી, દુષમદુષમાદિકને વિષે પણ પીડા કરતો નથી, કારણકે ભરત ઐરાવતના વૈતાઢચ પર્વતના અધિપતિ દેવોને પ્રતાપ- પ્રભાવ ઘણો છે. જીવાભિગમ સૂત્રે
વૃતવૈતાઢય પર્વતના દેવતાને પ્રભાવથી પણ પીડા થતી નથી, કારણ કે તે દેવતા પલ્યોપમના આયુષ્યવાળા છે.શુલ્લહિમાવાન અને શિખરી પર્વતના દેવતા મહદ્ધિક છે, તેથી જંબુદ્વિપને લવણ સમુદ્ર બોળી દેતો નથી. હિમવંત ઐરણ્યવંતના મનુષ્યો પ્રકૃતિથી ભદ્રિક અને વિનીત છે તેથી અને મહાહિમવાન અને રૂકમી પર્વતના દેવતાઓ મહદ્ધિક છે તેથી તથા હરિવર્ષ અને રમ્યકના મનુષ્યો ભદ્રિક અને વિનીત છે તેથી તથા પૂર્વવિદો, અપરવિદેહે, અરિહંત ચક્રવર્તી
33
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org