________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
નિદાનના અભાવથી તેણે ચારિત્ર લીધેલ છે. ગ્રંથ મધ્યે દેખેલ નથી કે અમુક નિયાણું બાંધેલ છે. જ્ઞાતાસૂત્રે. હીરપ્રો. પણ એમજ છે. જ્ઞાતાસુત્ર ૮ મું અધ્યયન
જ્ઞાતાસુત્રમાં ચિલાતીપુત્ર ધર્મ અણપામ્યે ગયેલ છે અને આવશ્યકપ્રકીર્ણકાૌ. આઠમે દેવલોકે ગયેલ છે અને આરાધક થયેલ
છે.
જ્ઞાતાસુત્ર પ્રથમ અધ્યયને સાવચૂ
શ્રેણિકની ધારણી રાણીને મેઘકુમાર એક જ પુત્ર હતો. વીશ સ્થાનકના વીશ પદોના નામો કહેલા છે.
પુષ્યનક્ષત્રનું બલવાનપણું એકલા જ્યોતિષશાસ્ત્રમાં નથી પરંતુ સિદ્ધાંતને વિષે પણ બલીષ્ટપણું કહેલ છે.
બારમો ચંદ્ર હોય તો પણ પુષ્યનક્ષત્ર સર્વાર્થને સાધનાર છે. તીર્થંકરના જન્મ પછી તીર્થંકરની માતા બીજા બાળકને જન્મ આપે છે. મલ્લિનાથ ભગવાનનો નાનો ભાઈ મદિન થયેલ છે. દ્રોપદી પરમ શ્રાવિકા હતી. દ્રોપદીએ છ માસ સુધી છઠ્ઠને પારણે આંબેલ કરેલ છે. જ્ઞાતાસુત્ર સોલમે અધ્યયને
ઉપાસક દશાંગ ૬ ઠે અધ્યયને
સામાયિક તથા પૈાષધમાં શ્રાવકને આભૂષણ પહેરવા કલ્પે નહિ. કુંડકોલિક શ્રાવકે મુદ્રા ઉતારી છે,
કુંડકોલિક શ્રાવકે વસ્ત્ર મૂકીને,મુખ વજ્ર, મુહપત્તિવડે ક્રિયા કરી છે.
શ્રાવકોનો અધિકાર ઉપાસકદશાંગસૂત્ર તથા વર્ધમાન દેશનામા છે. શ્રાવકના ગુણો તથા શ્રાવકની કરણી વિગેરે શ્રાદ્ધવિધિ તથા ધર્મરત્નાદિક પ્રકરણાદિકને વિષે છે.
Jain Education International
૨૮
For Personal & Private Use Only
www.jainelibrary.org