________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ આઠ વર્ષની પહેલા દીક્ષા ન થાય ભગવતી ૫ મા શતકે ૪ થા ઉદ્દેશાની ટીકાયામ્. અતિમુકતકે છ વર્ષે દીક્ષા લીધી છે ગોશાલો ૧૨ મે દેવલોકે ગયેલ છે. ભગવતી સૂત્ર જમાલી કિલ્વિષિ દેવ થયેલ છે. ભગવતી સૂત્રો સાધર્મેદ્રને તથા ચમરેંદ્ર કોણિક ની સાથે પૂર્વભવમાં કાર્તિક શ્રેષ્ટિ અને ચમરેન્દ્ર તાપસના ભવમાં મિત્રાચારી હોવાથી અઠ્ઠમની તપસ્યાથી જ ઈદ્રો સહાય કરવા આવ્યા. ભગવતી ૭ શતકે . ૯ મે ઉદ્દેશ પિંડાદિ દસ નિમંત્રણા દાંડા સંબંધી લખાણ છે. ભગવતી સૂત્ર પાનું ૩૭૪ દેવતાને નિદ્રા આવે. ભગવતી ૫ મે શતકે ૪ થે ઉદ્દેશે. મેઘ નરક સુધી તથા બારમા દેવલોક સુધી વરસે. ઈતિ ભગવતી ૬ કે શતકે ૭ મે ઉદ્દેશે. તિર્યકર્જુભકદેવો વ્યતર જાતિના અને કુબેર ભંડારીના અનુચર હોય છે. તથા એક પલ્યોપમની સ્થિતિવાળા હોય છે. ભગવતી ચાદમા શકે.
જેણે વેદનીય કર્મ ખપાવ્યા હોય તેવી સાધ્વીને તથા પરિહારવિશુધ્ધિક તપ કરનારને તથા અપ્રમાદીને અને ચૌદ પૂર્વધરને તથા આહારક શરીરને ધારણ કરનારને વ્યંતરાદિક કોઈ પણ હરાવી શકતું નથી. ઈતિ
ભગવતી સૂબે, ત્રીશમા શતકે, પચ્ચીશમા ઉશે
વીર ભગવાનના નિવણથી પૂર્વનું જ્ઞાન એક હજાર વર્ષ પર્યત રહયું.
ભગવતી ૧૫ મે શતકે
૧૫.
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org