________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ રહી ચાર દિશા તથા ઉંચે -નીચે છ દિશાને સ્પર્શ કરે છે. ભગવતી સૂત્ર.
વાયુ અંગુલના અસંખ્યાતમા ભાગનું વૈક્રિય શરીર કરે છે. અંતર્મુહૂર્ત રહે છે. પતાકાના આકારે બાદરપર્યાપ્ત એવ વાયુકાયે ભગવતી સૂત્રે.
એક પરમાણુ પરમાણપણામાં સંખ્યાતો કાળ રહે છે. બે પરમાણુ સ્કંધ અનંતકાળ રહે છે. ભગવતી સૂત્રે.
કેવળી છ માસ આયુષ્ય રહ્યા પછી કેવલી મુદ્દઘાત કરે છે. ભગવતી સૂત્રે.
ગર્ભને વિષે રહેલો જીવ ત્યાથી મરીને ત્રીજી નરક સુધી તથા આઠમા દેવલોક સુધી જાય છે. ભગવતી સૂત્રે.
મહાવીરસ્વામીએ ભાવિભાવ અવશ્ય બનવાનું છે, એમ જાણીને જ જમાલીને દીક્ષા આપી હતી, કારણકે અવશ્ય ભાવિભાવ જે છે તેને મહાપુરૂષો પણ ઉલ્લંઘન કરી શકતા નથી, કારણ કે ગુણ વિશેષ દેખાવાથી અરિહંત ભગવાન નિશ્ચય અમૂઢ લક્ષણવાળા હોય છે. ભગવતી સૂત્રે.
ગોશાળાને પણ ભગવાને એ જ પ્રમાણે તેજલેશ્યાનો ઉપાય બતાવેલ છે. અવશ્ય ભાવિભાવ ની વૃત્તિનો પ્રતિકાર મહાપુરૂષોથી પણ બની શકતો નથી. ત્રિષષ્ટિ શલાકા પુરૂષચરિત્રમાં પણ હેમચંદ્રાચાર્યજીએ એમજ કહેલ છે. ભગવતી સૂત્રે.
ક્ષયોપશમ ભાવનું સમકિત છે. તેને સમકિતમોહનો વિપાક ઉદયે છે અને મિથ્યાત્વ મોહની પ્રદેશઉદયે છે. અને ઉપશમ સમકિતવાળાને મિથ્યાત્વમિશ્ર તથા સમકિતમોહની વિપાકઉદય તથા પ્રદેશઉદય થી ટળી જાય છે. ભગવતી સૂત્રે.
અપવર્તન એટલે જેણે નરકનું આયુષ્ય બાંધેલ હોય તેના અધ્યવસાયના ફેરફારથી નરક ઓછી થાય. કૃષ્ણના પેઠે સાતમીની
ન ૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org