________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
અગ્નિ સળગાવનારને મહાઆરંભી કહેલ છે પણ અગ્નિ ઓલવનારને નહી. ભગવતી સૂત્રે.
સમકિત સહીત છઠ્ઠી નરકે જાય, સાતમી નરકે સમકિત વમીને જાય. ભગવતી સૂત્રો
શ્રોતેંદ્રિય અને ચક્ષુઇંદ્રિય કામી છે, સ્પર્શ, રસ, તથા પ્રાણેન્દ્રિય ભોગી છે. ભગવતી સૂત્રે.
મૂલગુણ પચ્ચખાણી કરતા ઉત્તરગુણ પચ્ચખાણી અસંખ્યાતા છે. તિર્યંચો પણ શ્રાવકના વ્રત લે છે, તેથી અસંખ્યાતગણા કહ્યા છે. ટીકામાં વિશેષ કહેલું છે. મધ, માખણ, માંસ, મદિરા નિયમો કરે તો પણ ઉત્તરગુણ પચ્ચખાણી કહેવાય. ભગવતી સૂત્રે.
ભુવનપતિ પ્રમુખ નીચેના દેવતા ઉપર દેવલોકમાં જાય પણ અરિહંત, અરિહંતના ચૈત્યનું (પ્રતિમાજીનું) અને સાધુનું શરણ કરીને જાય તે, સિવાય જઈ શકે નહિ. વીરનું શરણું લઈ ચમરેંદ્ર ગયેલ છે. ભગવતી સૂત્રે.
જેમ સચિત્ત અગ્નિ પ્રકાશ કરે છે તેમ અચિત્ત પુદ્ગલ પણ પ્રકાશ કરે છે જ્યારે મુનિ તેજોલેશ્યા મૂકે છે ત્યારે અચિતપુદ્ગલ પણ પ્રકાશિત થાય છે તેથી નિશ્ચય થાય છે કે અગ્નિની પ્રભા સચિત્ત હોય છે. ભગવતી સૂત્રે.
અભવી સાડાનવ પૂર્વ સુધી ભણે છે. ભગવતી સૂત્રે. તુંગીયા નગરીના શ્રાવકોનો અધિકાર ભગવતીજીમાં છે.
વરૂણ નટવાએ સંથારો કર્યો ત્યારે પ્રાણાતિપાત વિગેરેનો સર્વથા ત્યાગ કરેલ છે, માટે શ્રાવક સંથારો કરે ત્યારે સર્વથા પ્રકારે પાંચે વ્રતો આદરી શકે. ભગવતી સૂત્રે.
શરીરને વોસિરાવ્યા વિના જે મરે છે અને તેના શરીર વડે જે જે દુષ્ટ ક્રિયા થાય છે તેમાં કર્મ તે ધણીના શરીરને લાગે છે માટે તમામ વોસરાવીને મરવું. ભગવતી સૂત્રે.
૨0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org