________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
તેજોલેશ્યાનું સામર્થ્ય અનેક યોજન પ્રમાણ ક્ષેત્રોને બાળવાનું હોય છે એવી રીતે ભગવતી વૃત્તિમાં વીર ભગવાને ગૌતમસ્વામીની પાસે કહેલું છે. પ્રવચનસારોદ્વાર વૃત્તીને વિષે પણ કહેલું છે. કોઈક જગ્યાએ ૧૬ દેશ બાળવાનું સામર્થ્ય પણ કહેલું છે. કોઈ પારધી હરણને બાણવડે મારે તો તેમાં મારવાની ક્રિયા ધનુષ્યને,દોરીને, ફલકને, બાણને એ ચારેને લાગે છે. એક પરમાણુ પુદ્ગલ કુડ-જામ્મા યાવત્ કલયુગા
ભગવતી શતક ૨૮ મે ઉદ્દેશે ૧૦ મે ભગવાનને વંદન કરવા આવેલા દેવતાના વાહનો સમવસરણને વિષે ત્રીજે પ્રાકારે (ગઢ) ભૂમિથી અલગપણે રહે છે.
समवसरणे देवयानानि भूमावलग्नानी स्युरितिઈતિ ભગવતે ત્રીજે શતકે પ્રથમ ઉશે તામસી અધિકાર
પૌષધમા શ્રાવકને દીવો રખાય નહિ. કદાચ ઉજેડી લાગે તો વસ્ત્ર ઓઢે ન ઓઢે તો અગ્નિકાયના જીવો હણાવાથી આપણો સ્પર્શ થવાથી દોષ લાગે. મહાનિશીથના ચોથા અધ્યયનમાં સુમતિ નાગિલના અધિંકારમાં કહેલ છે કે એક સાધુએ વસ્ત્ર નહી ઓઢવાથી વીજળીના ચમકારા વખતે અગ્નિકાયના જીવોની વિરાધના થયેલ છે.
સાધુઓ તથા શ્રાવકો પાક્ષિક અતિચારમાં ઉજેણી આળોવે છે. શ્રાધ્ધજિતકલ્પમાં ઉજેણીનું પ્રાયશ્ચિત કહેલું છે.
ભગવતી પ્રથમ શતકે જૈન શાસનની ઉડ્ડાહનાનું રક્ષણ અપ્રમત્ત સંયમી પણ કરે, ને તે કારણ માયાનું પણ સેવન કરે.
જમાલી, સુર, તિર્યંચ મનુષ્યને વિષે પાંચ વાર જઈ બોધીબીજ પામી મોક્ષે જશે. પંદર ભવે સિધ્ધ છે. પ્રાકૃત વીર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org