________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ચરીત્રમાં પણ એમજ કહેલ છે. ભગવતી સુગે
ચેડા મહારાજાનો વરુણ સેનાપતિ રાજાની આજ્ઞાથી યુધ્ધમાં ઉતરી, શત્રુને મારી, શત્રુના પ્રહાર ખાઈ, અણસણ કરી, અરૂણ વિમાને ચાર પલ્યોપમના આયુષ્યપણે ઉત્પન્ન થયો. મહા વિદેહે મોક્ષે જશે. ભગવતી સૂત્ર
- ભગવતી પ્રથમ શતકે, છઠે ઉશે દિવસે પણ પ્રથમની ચાર ઘડી અને સાંજની છેલ્લી ચાર ઘડી તે બહાર ન જવું. પાત્રાદિક ખુલ્લા ન મૂકવા કારણ કે બહાર અપકાય પડે છે.
ભગવતી બીજે શતકે, પાંચમે ઉશે સાધુઓને શ્રાવકો દાન આપે તેનો અધિકાર તથા ચૌદશે પૌષધ કરે તેનો અધિકાર છે.
ભગવતી ત્રીજે શતકે ત્રીજે ઉશે કેવળી અવસ્થાને વિષે પણ જીવ વિરાધના થાય છે, પણ કર્મ બંધન નથી કારણ કે તેરમે ગુણ સ્થાને કષાયાદિકનો અભાવ છે, માટે પ્રથમ સમયે જાણે, બીજે સમયે વેદ, ત્રીજે સમયે નિર્જરા કરે.
ભગવતી પાંચમે શતકે હે ઉશે ગીતમસ્વામી પ્રશ્ન- હે ભગવન્! કોઈ મનુષ્ય ધનુષ્યમાથી બાણ છોડે અને તેના વડે જીવ હણાય તો તે પુરૂષ ને કેટલી ક્રિયાઓ લાગે ?ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ ! જે પુરૂષ ધનુષ્યવડે બાણને છોડે છે તેને પાંચ ક્રિયાઓ લાગે છે. ૧.કાયિકી, ૨.અધિકરણકી, ૩. પ્રષીકી, ૪. પરિતાપિકી, ૫. પ્રાણાતિપાતિકી ક્રિયાઓ લાગે અને જે જીવના દેહથી તે ધનુષ્ય વિગેરે નીપજયા
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org