________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ નથી, તેથી જે ઇંદ્રિયનું પ્રમાણ કહેલ છે. તે ઔદારિક શરીરની ઇંદ્રિયની અપેક્ષાએ કહેલ છે, (સંભાવના કહેલ છે) અન્યથા લાખ યોજન પ્રમાણવાળા વિમાનને વિષે દૂર રહેલા દેવતા ઘંટાનો શબ્દ કેવી રીતે સાંભળે તેથી ઔદારિક શરીરવાળાના ઇંદ્રિય પ્રમાણથી વૈક્રિય શરીરવાળાનું પ્રમાણ પૃથકત્વ જૂદું કહેલ છે.
સુયગડાંગ સૂત્ર દીપિકાયામ્ ત્રસ જીવ પણ જ્યારે સ્થાવરપણાને પામે છે. ત્યારે જૂદો જ કહેવાય છે, તેથી કોઇ કારણે કદાચ તેની હિંસા થાય તો તેથી કરીને શ્રાવકના વ્રતનું ભંગાણું થતું નથી વિગેરે વિશેષ પણે લખેલ છે.
સુયગડાંગ સૂત્રે સંસારને વિષે પ્રાપ્ત થયેલા પ્રાણિઓ સ્વજન વર્ગને મારા માની લઈ પરને માટે સાધારણ પાપકર્મ બાંધે છે. તે તેની કેવળ મોટી ભૂલ છે, કારણ કે કુટુંબ પરિવારને મારા માની બાંધેલા કર્મો જ્યારે ઉદય આવે છે ત્યારે સ્વજન વર્ગ કોઈ પણ તે કર્મમાં ભાગ લઈ શકતો નથી, કિંતુ પોતે કરેલા કર્મના વિપાકો પોતાને એકલાને જ ભોગવવા પડે છે માટે દરેક મનુષ્યોને કર્મ બાંધતી વખતે વિચાર કરવાનો છે. | તીર્થકરના જીવોને તથા એકાવતારી જીવોને દેવલોકને વિષે મરતા પહેલા છ માસે ચ્યવનનાં ચિહ્નો થતા નથી, (આર્તધ્યાનાદિક હોતા નથી. પરંતુ શાતાવેદનીય કર્મનો ઉદય રહે છે.
સુયગડાંગ પ્રથમ શ્રુતસ્કંધ નવમે અધ્યયને સાધુ ગૃહસ્થના પાત્રને તથા ગૃહસ્થના વસ્ત્રને વાપરે નહિ, વાપરે તો સંયમ વિરાધનાનો દોષ લાગે. સુયગડાંગ પ્રથમ શ્રુતસ્કંધ અગ્યારમે મોક્ષમાર્ગ અધ્યયને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org