________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
- ઉત્તમ જીવોએ અસત્ય વચન કોઈ દિવસ બોલવું નહિ અને કદાચ સત્ય હોય તો પણ બોલવા લાયક હોતું નથી કારણ કે વધ બંધનાદિકવડે પરને પીડા ઉત્પન્ન કરવાવાળું વચન સત્ય હોય તો પણ અસત્ય જ કહેવાય છે.
આચારાંગ સૂત્ર આઠમા અધ્યયનની વૃત્તિ 'ઇંગિતમરણને સ્વીકારનાર જીવિત પર્યત ત્રણ પ્રકારના તથા ચાર પ્રકારના આચારને ત્યાગ કરનાર હોય છે. વળી ઇંગિત મરણમાં ચારે આહારના પ્રત્યાખ્યાન હોય છે. છેવટમાં છેવટ નવ પૂર્વના જ્ઞાનમાં કુશળ થયેલ માણસ જ ઇંગિતમરણનો અધિકારી થઈ શકે છે. પ્રવચનસારોદ્વારમાં પણ ઉપર પ્રમાણે જ કહેલ છે.
આચારાંગ સૂઝ બૃહદવૃત્તો ભવ્ય જીવ સંસારને મોક્ષનો શત્રુ માને છે તથા પ્રાપ્ત થયેલા નવા લાભમાં આનંદ માને છે. તેવા પ્રકારની સ્પૃહા રાખે છે અને કોઈ કોઈ વાર એવા પ્રકારની ચિંતા કરે છે કે હું ભવ્ય છું કે અભવ્ય, ભવ્ય હોઉં તો સારું અને અભવ્ય હોઉં તો મને ધિક્કાર થાઓ.
આચારાંગજીની શીલાંકાચાર્યકૃત ટીકામાં ચરણકરણ અનુયોગને નિશ્ચયમાં ગણેલ છે અને બીજા ત્રણ અનુયોગને વ્યવહારમાં ગણેલ
છે.
જાતિસ્મરણજ્ઞાનવાળો સંખ્યાતા એટલે એક બેથી નવ ભવ સુધી જ દેખું-જાણે, વિશેષ નહિ. કર્મગ્રંથ વૃત્તો તથા સેનપ્રશ્નાદિકને વિષે પણ એમજ કહેલ છે.
પ્રમાદ તે જ કર્મબંધન, અને અપ્રમાદ તે જ કમરહિત પણું કહેલ છે. આચારાંગ સૂત્ર ત્રીજા અધ્યયને ઉત્તરાધ્યન બ્રહવૃત્તિમાં પણ એમજ કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org