________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પુષ્પોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ સુધી દેવતાઓ કરે છે પ્રવચનસારોદ્વારે ૩૯ મે દ્વારે વિશેષે કરીને કહેલ છે કે દેવતાઓ સમવસરણને વિષે એક યોજન ભૂમિ પ્રમાણમાં ઉપરોક્ત પ્રમાણે પુષ્પોની વૃષ્ટિ કરે છે.
શંકા જીવદયા રસિક સાધુ - સાધ્વીઓને પુષ્પોના ઉપર કેવી રીતે ચાલી શકાય ? કારણ કે સચિત્ત મર્દન જીવઘાતના હેતુભૂત છે.
કોઈકનો ઉત્તર-તે પુષ્પવૃષ્ટિ દેવતાએ કરેલ છે માટે સચિત્ત નથી કિંતુ અચિત્ત છે.
અપર – નહિ તે વાત સત્ય નથી દેવતાએ વૃષ્ટિ કરેલ છે છતાં પણ તે સચિત્ત પુષ્પો જ છે.
અન્ય-જયાં જયાં ફૂલો હોય છે ત્યાં મુનિરાજો ચાલતા નથી.
અપર-નહિ નહિ સર્વ જગ્યાએ પુષ્પો છે, પરંતુ કારણ વિના મુનિનો પોતાના સ્થાનથી ઉઠતા જ નથી.
ગીતાર્થે ફેસલો-મંદર, મોગરો, મચકુંદ, માલતી, ગુલાબ વિગેરે પાંચ પ્રકારના સુગંધી પુષ્પોની વૃષ્ટિ દેવતાએ જાનું પ્રમાણ કરેલી સચિત્ત જ છે, તે સમવસરણમાં વિદ્યમાન જીવોથી ગમનાગમનમાં ચંપાયા છતાં પણ તે જીવો કીલામણા નહિ પામતા ઊલટા તીર્થંકર મહારાજના અતિશયથી વધારે પ્રફુલ્લિત ભાવને પામી મહાઆનંદ પામે છે, માટે જલ-સ્થલ સંબંધી તે પુષ્પની વૃષ્ટિ સચિત્ત જ છે.
( સમવાયાંગ સૂત્ર વૃત્તો નવમ સ્થાને ) લવણસમુદ્ર સંબંધી મસ્યો નવ યોજન પ્રમાણવાળા જગતી રંધ્રણ જંબૂદ્વીપે પ્રવેશ કરે છે.
| વાસુપૂજય મહારાજના જન્મ વખતે જન્માભિષેકના સમયે બનીશ ઇંદ્રો મેરુ ઉપર આવેલા હતા, તેનું કારણ એ હતું કે અલ્પ ઋદ્ધિવાળા હોવાથી બત્રીશ વ્યંતરને અંદર ગણ્યો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org