________________
વિશ્વ અજાયબી :
શ્રી જયચંદ્રસૂરિજી, પૂ. શ્રી ગુણરત્નસૂરિજી, પૂ. શ્રી સોમસુંદરસૂરિજી, પૂ. શ્રી રત્નશેખરસૂરિજી, પૂ. શ્રી જયાનંદસૂરિજી, પૂ. શ્રી જિનભદ્રસૂરિજી, પૂ. શ્રી જિનવર્ધનસૂરિજી વગેરે અનેક મહામુનિઓ થયા. આ ૧૮૦૦ સાધુઓમાં મુખ્ય શ્રી મુનિસુંદરસૂરિજી હતા. શ્રી જયાનંદ કેવલી ભાષાંતર ગ્રંથમાં આ બાબતોની છણાવટ સારી રીતે થઈ છે.
(રાષ્ટ્રીય પ્રવાહોમાં જૈનાચાર્યોએ બજાવેલી કામગીરી : જૈનાચાર્યોની તમામ પ્રવૃત્તિઓ સંઘ અને વિશાળ સમાજને ઉપકારી જ હોય છે. રાષ્ટ્રીય પ્રવાહોને અલગ પાડીને કામગીરી બજાવવાનો પ્રશ્ન જ રહેતો નથી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આદિએ પોતાની મર્યાદામાં રહીને ઉપદેશદાન કર્યું, તો એથી રાષ્ટ્રને ઘણો લાભ થયો. આ રીતે જૈનાચાર્યોની પ્રવૃત્તિઓ સર્વજનહિતકારી જ રહી છે. વર્તમાનમાં પણ સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં જૈનાચાર્યો પ્રેરણા આપતા જ રહ્યાં છે. ( સંઘનો અભ્યદય, સાધર્મિક ભક્તિ અને શિક્ષણમાં શ્રમણોની પ્રેરણા :)
સાધર્મિક ભક્તિનો પ્રભાવ-લાભ આદિ સમજાવીને આચાર્યો આ કર્તવ્ય અંગે શ્રીસંઘોને સજાગ બનાવે છે. પર્યુષણના દિવસોમાં આ કાર્ય અદા થાય છે જ. બાકીના સમયમાં પણ આ મર્યાદાનો લોપ ન જ થવો જોઈએ. અર્વાચીન યુગમાં શ્રી વલ્લભસૂરિજીએ શ્રાવકોની પરિસ્થિતિ અને ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે અજ્ઞાન અવસ્થા જોઈ તે તરફ સમાજનું ધ્યાન દોરી ઠેર ઠેર સરસ્વતીમંદિરો સ્થાપવાની ઘોષણા કરી, તેમ છતાં, તેઓશ્રીએ સાત ક્ષેત્રની ઉપેક્ષા પ્રાયઃ કરી જ નથી. સાધર્મિક બંધુઓના પ્રખર હિતચિંતક એ ધર્મમાર્ગના પુણ્યપ્રવાસીએ ભારે મોટી નામના મેળવી. (જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં જૈનાચાયની દિલચસ્પી અને દેણગી :)
જૈનાચાર્યોએ નવી ગ્રંથરચના કરીને અને જૂના ગ્રંથોને હસ્તલેખન દ્વારા નવજીવન બક્ષીને જ્ઞાનભંડારોને જે સમૃદ્ધિ આપી છે તે વિશ્વમાં અજોડ ગણાય છે. જેસલમેર, ખંભાત, પાટણ, અમદાવાદના જ્ઞાનભંડારોના વિકાસસુરક્ષા-મૂલ્યાંકન માટે પૂ. પુણ્યવિજયજી મહારાજે ઘણો પરિશ્રમ લીધો. પુરાણી પ્રતોનું વાંચન-સંશોધન કર્યું. આ ક્ષેત્રમાં અત્યારે પૂ. તપસ્વી મુનિશ્રી જંબૂવિજયજી મહારાજે અને અન્ય અનેક મુનિવરોએ આ કાર્ય સારી રીતે સંભાળ્યું છે. લીંબડી, ભાવનગર આદિ શહેરોના જ્ઞાનભંડારોમાં વર્ષો જૂની હજારો હસ્તલિખિત-સુરક્ષિત પ્રતો આજે ય આ વાતની સાક્ષી પૂરે છે. આજના વિકસતા વિજ્ઞાનયુગમાં આપણી ધર્મશ્રદ્ધા ટકાવી રાખનારા અને માર્ગદર્શક બનતા એવા ઉપદેશકોના સેંકડો ગ્રંથો પૂર્વાચાર્યોએ રચેલા છે, જે આજે પણ મોજૂદ છે. એવા વિપુલ ગ્રંથભંડારોને સાચવી વધારે સમૃદ્ધ બનાવવા જોઈએ. આ પાયાનો મર્મ સમજી જૈનોએ જ્ઞાન પરત્વે કેવી ભક્તિ
જુઓ! દિવાળી પછીની નવા વર્ષની પ્રથમ પાંચમે જૈનો જ્ઞાનપંચમી તરીકે ઊજવે છે. જ્ઞાનની પૂજા થાય છે. ગ્રંથોનાં પ્રદર્શન યોજાય છે અને જ્ઞાનને આશાતનાથી બચાવવા કાળજી લેવાય છે.
જૈનધર્મના લાખો-કરોડો ગ્રંથોમાંના ઘણા હજુ પણ અપ્રગટ સ્થિતિમાં, પ્રાચીન તાડપત્રો પર, સુંદર મરોડદાર અક્ષરોએ વિવિધ શાહીમાં, હસ્તલિખિત રૂપમાં ગ્રંથાગારમાં પડ્યા છે. અલબત્ત કેટલાક ગ્રંથો-ટીકાઓ આ દર્શનના મહાપ્રભાવશાળી આચાર્યો ભગવંતો દ્વારા પ્રગટ પણ થયા છે. છતાં પાટણમાં, સુરતમાં, રાજસ્થાનમાં, ભાવનગરની શ્રી યશોવિજયજી ગ્રંથમાળાના અને આત્માનંદ સભાના ગ્રંથાગારમાં, અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં, લાલભાઈ દલપતભાઈ સંશોધનકેન્દ્રમાં, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવા શ્રાવકવર્યોના અંગત ભંડારોમાં અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org