________________
એક ઝલક જ્યાં મતભેદ થાય ત્યાં પોતાને અભિપ્રાય ભારપૂર્વક રજૂ કરવો અને છતાં વ્યકિત સંબંધ વિશે પિતાના મનમાં કડવાશ આવવા ન દેવી, એ મગનભાઈની વિશેષ સાધના છે.
રાષ્ટ્રીય શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાતે ગાંધીજીના વિચારે જે શ્રદ્ધાથી ઝીલ્યા છે, તેનો વિચાર કરતાં, ગુજરાત યુનિવર્સિટીના કુલનાયક (વાઈસચાન્સેલર)નું પદ મગનભાઈને મળ્યું એ બધી રીતે યોગ્ય જ થયું. એ સ્થાન પર આવ્યા પછી પણ મગનભાઈ તે એ ને એ જ વિરકત આશ્રમવાસી રહ્યા છે. પણ એમની એ વિરક્તિ પોતાના જીવન પૂરતી જ છે. નેહી સંબંધીઓના એ પ્રેમાળ હિતકર્તા અને મુરબ્બી છે. બાળકોને એમની પાસેથી જે વાત્સલ્ય મળે છે તે જોતાં મનમાં એ બાળકોની અદેખાઈ જ ઊપજે.
ગાંધીજીના ગયા પછી જાહેરજીવનનાં મૂલ્યો ઘણાં શિથિલ થયાં છે. એવે વખતે લોકો વચ્ચે રહીને પોતાના જીવનથી અને પોતાના પ્રભાવથી નૈતિક મૂલ્યો ટકાવવાનો પ્રયત્ન કરતા મગનભાઈ વિષે દરેકના મનમાં આદર ઉત્પન્ન થવો જોઈએ. એમના સાથી ઓએ અને વિદ્યાર્થીઓએ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને પિતાનો આનંદ પ્રગટ કરવાની આ તક મેળવી છે, એ બધી રીતે ઉચિત જ છે.
અત્યાર સુધી એમણે જે લેખો દ્વારા ગુજરાતી સાહિત્યની સેવા કરી છે, તે લેખનનો સંગ્રહ આ તબકકે બહાર પાડવો અત્યંત જરૂરી છે. એ આખું સાહિત્ય એકત્ર જોવાથી જ મગનભાઈની વિવિધ દિશાએ ખીલેલી પ્રતિભા પરિચય આજની પેઢીને થશે.
મગનભાઈને આપણે “ઉદંડ' આયુરોગ્ય ઇચ્છીએ. અને એમની પાસેથી વધુ ને વધુ ઉજજવળ સેવાની અપેક્ષા રાખીએ. અભિનંદન ગ્રંથ 'માંથી ટૂંકાવીને]
કાકાસાહેબ કાલેલકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org