________________
શ્રી. મગનભાઈ
અધ્યાપક ટી. એલ. વાસવાણી જણાવે છે, ““સુખમનીમાં ગુરુ અને પિતાને અંતરાત્મા ઠાલવ્યો છે. તેમનાં પદે પરમ વિશ્વાત્માને – માનવસૃષ્ટિના પરમ ઐક્યને– કવિ હૃદયે અર્પેલી અંજલીરૂપ છે...સુખમની” શબ્દનો અર્થ મનની શાંતિ અથવા પ્રસન્નતા થાય છે. તેથી તેને હું “શાંતિપ્રસન્નતાની ગાથા' કહું છું.... અનેક વાર મને લાગ્યું છે કે, “ભગવદ્ગીતા' અને “સુખમની” એ બે એવા પુસ્તકો છે કે, જેમને દરેક હિન્દી યુવાને અવશ્ય જાણવાં જોઈએ.”
સુખમની ' શબ્દનો અર્થ ભાવુક શીખો “સુખને મણિ' કહે છે. પારસમણિને અડવાથી જેમ લોઢું પણ સુવર્ણ બની જાય, તેમ આ “સુખમની” રૂપી મણિને સ્પર્શતાં – સેવતાં જ, ખરેખર, મન પ્રસન્નતાના અગાધ સાગરમાં તરબોળ થઈ જાય છે.
મૂળ પાઠ, શબ્દાર્થ, ગદ્ય અનુવાદ અને વિવરણ સાથે.
શ્રી. મગનભાઈ દેસાઈ
“લડાઈ ચલાવવી હોય તે દારૂગેળાનું કારખાનું જોરમાં ચાલવું જ જોઈએ. આપણી લડતમાં ગાંધીજીના વિચારો, પ્રજાની રાજદ્વારી કેળવણી, સત્યાગ્રહના તંત્રની સમજ – આ બધાનું સાહિત્ય એ જ આપણે દારૂગળે છે. એનું કારખાનું ધમધોકાર ચલાવનાર જોઈએ જ.’ એ કામ મગનભાઈને સેપવામાં આવ્યું. ગાંધી-સાહિત્યમાંથી એક એક વિષયના લેખે એકત્ર કરી એની ચોપડીઓ બહાર પાડવાનું કામ મગનભાઈએ ઉત્તમ રીતે કર્યું. સ્વરાજની લડતને અંગેને એ એમને કીમતી ફાળો હતો.
વિદ્યાપીઠની સર્વોરી પરીક્ષા માટે એમણે એક નિબંધ લખ્યો. એ વાંચી મારી ખાતરી થઈ કે પંડિતની ઉપાધિ માટે મગનભાઈ બધી રીતે યોગ્ય છે.
ગુજરાતે પણ જોયું કે ગાંધી-પરંપરામાં એક સર્વદેશી કાર્યકર્તા આપણને મળ્યો છે.
વિદ્યાર્થીઓને દોરવામાં, સામાજિક અને કેળવણી વિષયક ક્ષેત્રમાં ગુજરાતનું દિશાદર્શન કરવામાં, ગુજરાતી ભાષાને કીમતી સાહિત્ય આપવામાં અને રાજદ્વારી પરિસ્થિતિનું પૃથક્કરણ કરવામાં, મગનભાઈની દરેક જાતની શક્તિ ખીલી. શ્રી. કિશોરલાલભાઈ પછી ગાંધીજીનાં છાપાં ચલાવવાને ભાર મગનભાઈને માથે આવ્યો તે પણ તેમણે પૂરી બાહોશીથી ઉપાડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org