________________
શ્રી જયજી
[ગુરુ નાનકદેવ કૃત] સંપાદકઃ મગનભાઈ દેસાઈ
કિ. ૪-૦૦ [આદિવચન: ગાંધીજીનું] જે દેશની સેવા કરવા ઇચ્છે છે, જેઓ ઈશ્વરને ઓળખવા ઇચ્છે છે, જે હિંદુસ્તાનના કરોડોનું ઐક્ય સાધવા ઇચ્છે છે, તેઓ માત્ર પિતાના જ ધર્મને કંઈક અભ્યાસ કરીને સંતોષ વાળી બેસી શકતા નથી. તેઓએ હિંદુસ્તાનમાં ચાલતા ધર્મો ને સંપ્રદાયનાં મૂળતાવો તે તે ધર્મ કે સંપ્રદાયના અનુયાયીની દષ્ટિએ સમજવાં જોઈએ એવી મારી માન્યતા છે.
આ કામ તે તે ધર્મપુસ્તકો વાંચ્યા વિના ન જ થઈ શકે એ દેખીતું છે. શીખ સંપ્રદાયનું મૂળ પુસ્તક ગ્રંથસાહેબ છે. “જપજી” એ સંપ્રદાયના પ્રણેતા ગુરુ નાનકસાહેબની વાણી છે. એટલે તેને પરિચય આપણે બધાએ કરવો ઘટે છે. મગનભાઈને સરલ અનુવાદ ગુજરાતીઓને સારુ આ પરિચય સુલભ કરી મૂકે છે. મારી આશા છે કે સહુ તે લાભ ઉઠાવશે. તા. ૨૨-૩-૨૮
મોહનદાસ કરમચંદ ગાંધી જપજી' શીખ લોકોના ગુરુ ગ્રંથને સર્વોત્તમ મહત્તવને ભાગ છે. ગ્રંથસાહેબમાં તે આદિમાં છે, એટલું જ નહિ, તેનું મૂળ ને સત્તાવાર રહસ્ય બતાવવામાં પણ “જપનું સ્થાન સર્વોત્તમ અને પ્રથમ ગણાય છે. શીખ ધર્મનાં મૂળ તત્તે આમાં આવી જાય, એમ શ્રદ્ધાળુ શીખ સમજે છે. તેથી એને તેઓ “ગુરુ મંત્ર' પણ કહે છે; અને દરેક શીખ રોજ સવારે એને વિધિપૂર્વક પાઠ કરે છે.
ગુરૂ નાનકને ઉપદેશ કોઈ ખાસ કેમ કે યુગ માટે નથી. એમાં બંધાયેલું સત્ય મનુષ્યમાત્ર માટે છે.
સાથે ધર્મ એ રાષ્ટ્રનિર્માણ કરનાર મહાન પ્રજાકીય બળ છે અને એનું ફળ સાર્વજનિક લોકસંગ્રહ છે, એ આમ કરીને ગુરુ નાનકે પુરવાર કરી બતાવ્યું હતું.
મૂળ પાઠ, શબ્દાર્થ, ગદ્ય અનુવાદ અને વિવરણ સહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org