________________
૧૦.
શુભસંગ્રહ-ભાગ પાંચમે ३-रशियामां केळवणीनो विकास
ઉંચી કેળવણી સાથે વ્યવહારજ્ઞાન (સેવિયેટ રશિયા કેળવણીના ક્ષેત્રમાં કેટલી અદ્ભુત પ્રગતિ કરી રહ્યું છે તેની માંચક વિગતો આલેખતી એક લેખમાળા પંડિત જવાહરલાલ નહેરૂએ લખી છે. તેમાંની વિગતે આ નીચે અમે આપીએ છીએ.)
ક્રાંતિ પછી ઘડાયેલું રશિયા અનેક દૃષ્ટિએ અભ્યાસ કરવા જેવું છે. પણ તેમાંયે રશિયાએ ખાસ કરીને પિતાની પ્રજાની અભણુતા ટાળવા માટે જબ્બર લડત લીધી છે; ને કેળવણી વિષે જે રાજનીતિ રાખી છે, તે ખરેખર પ્રેરણાત્મક છે. રશિયામાં હિંદની જેમ ખેતીની ખૂબ જમીન છે, તેમ ખેડુતો મોટે ભાગે અભણ છે. ત્યાંની કેળવણીને લગતી તદ્દન નવી ને રચનાત્મક યોજના વધાવવા જેવી છે. અમેરિકાના કુશળ કેળવણીકાર ડૉ. લુસી વિલ્સને “નવા રશિયામાં નવી શાળાઓ” એ નામે એક પુસ્તક લખીને સોવિયેટ સરકારની કેળવણીની રાજનીતિ વિષે પ્રકાશ પાડે છે. સેવિયેટ રશિયાના પ્રશ્નો વિષે એ પુસ્તકમાંથી ઘણું મળે તેમ છે.
કેળવણીની અગત્યતા રશિયાની જે વિગતો મળે છે તે પરથી ને તે દેશનું જેણે તીવ્ર અવલોકન કર્યું હોય તે સમજી શકે છે કે, ત્યાં બોશેવિક નેતાઓ ને તેમના જોડીદારો જુવાનને કેળવણી આપવાના વિષયને ખૂબ અગત્ય આપે છે. ત્યાં સૌ સારી પેઠે સમજે છે કે, સમાજનું પૂરેપૂરું ઘડતર માત્ર સારા શિક્ષણથીજ થઈ શકે તેમ છે. રશિયાનું ભાવી કેવું હોવું જોઈએ તેની કલ્પના કરતાં ત્યાંના નેતાઓએ પિતાને આદર્શ પિતાના જ સમયમાં સિદ્ધ કરવા માટે ધસારાબંધ પ્રયાસો શરૂ કર્યા. છે અને દેશના જુવાનોને સારામાં સારી કેળવણી આપવામાં તેઓ ખૂબ શક્તિ ખર્ચે છે; એટલું જ નહિ પણ રશિયાના ઉત્તમોત્તમ ને સંગીન વિચારકાના હાથમાં કેળવણીની લગામ સંપાઈ છે.
ઑકટોબરના બળવા પછી થોડા જ દિવસોમાં જ્યારે ખુદ પેટ્રોગ્રેડ નગરમાં પણ આંતરવિગ્રહ ચાલતો હતો ત્યારે સેવિયેટે આપણને પિતાની કેળવણીના ક્ષેત્રની બેજના જાહેર કરી હતી. તે પછી
ડાજ વખતમાં આખા દેશની અભણુતા દશ વર્ષમાં ટાળવાનું તેમણે જાહેર કર્યું હતું. આ રીતે તેમણે માત્ર જુવાનને કેળવણી આપવાનું નહિ પણ દેશની વિશાળ અભણ પ્રજાને પણ આપવાનું મોટું કાર્ય હાથ પર લીધું.
પણ તેમાં તેઓ પહેલાં તો નિષ્ફળ નીવડયા; કેમકે તકદીર તેમની સામે હતું. આંતરવિગ્રહ ચાલ્યાંજ કર્યો, બીજા દેશમાં ફાટેલી લડાઇની અસર તેના પર થઈ અને દેશમાં દુકાળ પડયે. આથી પ્રજાની હાલત બહુ દયાજનક થઈ પડી હતી. આથી જો કે તેઓ અભણુતા ટાળી શક્યો નહિ પણ છેલ્લા દાયકામાં તેમણે ઘણે જમ્બર પ્રયાસ કરી સારી સફળતા મેળવી.
જીવન સાથે સંબંધ રશિયાના શિક્ષણક્ષેત્રમાં બીજી ખાસ ધ્યાન ખેંચે એવી વસ્તુ એ છે કે, દૈનિક દુનિયાદારી જીવન સાથે શાળાઓને સંબંધ રહે છે. કેળવણું એ જીવનવ્યવહાર ને દુનિયાદારી કરતાં તદ્દન જૂદીજ દુનિયાની વસ્તુ હોય એમ હિંદમાં આપણને દેખાય છે તેવું ત્યાં નથી, પરંતુ જીવનમાં કરવાનાં કાર્યોને સંગીન પાયો બાળપણથી અપાતી કેળવણીમાં રચવામાં આવે છે. ત્યાંના બધા શિક્ષકોને એવી સખત સૂચનાઓ અપાઈ છે કે, વિદ્યાર્થીઓના જીવનવ્યવહાર સાથે શિક્ષકેએ હમેશાં ગાઢ સંબંધ રાખવો.
- માતૃભાષામાં શિક્ષણ વળી માતૃભાષામાં જ બધું શિક્ષણ અપાય તે પર પણ ખાસ ધ્યાન અપાય છે. હિંદને પ્રજાવર્ગ અનેક કામો અને ભાષાઓમાં વહેંચાય છે. તેના કરતાં પણ વધારે વિભાગો રશિયાની. પ્રજામાં પેઠા છે; છતાં પણ તે સૌને સમાન ધોરણે રાખવા માટે પ્રયાસ થાય છે. અલબત્ત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com