________________
બહારયા
કેટીને રાખો. ક્યારેય પણ નવરું બેસી રહેવું નહિ. “નવ બેઠે નખ્ખોદ વાળે એ વાત સાચી છે.
૨૩-ચાખડીઓને ઉપયોગ ફાયદાકારક છે.
ર૪-હમેશાં સવારે પહાડોમાં તેમજ નદીકિનારે પાંચ છ માઈલ કરવાનું રાખવું. આ વખતે બ્રહ્મચર્ય, આરોગ્ય, આનંદ, પવિત્રતા, પ્રસન્નતા, બળ, તેજ, સામર્થ્ય, શાંતિ આદિને દેવતાઓ પોતાના શરીરની અંદર સ્થાપન કરી રહ્યા છે તેવી ભાવના જરૂર મનમાં દઢાવવી.
૨૫હમેશાં નિયમિત રહેવું અને ધર્મનું પાલન કરવું. એકાદ ધર્મપુસ્તક હમેશાં થોડું પણ વંચાય એ ઈચછવા ગ્ય છે. ધર્મપુસ્તકેમાં પાતંજલ યંગસૂત્ર,ભગવદ્દગીતા તથા ઉપનિષદેને પહેલું સ્થાન આપવું. સાથે સાથે હું મારી ઉન્નતિ જરૂર કરીશ એવો આત્મવિશ્વાસ રાખવો. અનેક જાતના વિષયેનાં પ્રલોભને તરફ દેશદષ્ટિ રાખવી અને આ માટે ગવાસિષનું અધ્યયન કરવું. હમેશાં ખરાબ માર્ગે જવામાં લોકાપવાદની બીક રાખવી.
૨૬-સ્નાન કર્યા પછી હમેશાં પ્રાણાયામ કર. - ર૭-હમેશાં નિયમિત રીતે કસરત કરવી. વ્યાયામને બ્રહ્મચર્ય સાથે બહુ નિકટ સંબધ છે. તમામ કસરતમાં મારા બજોલી ક્રિયાના અનુભવ ઉપરથી કહું છું કે, તરવાની, શુદ્ધ જમીનમાં કેદાળીથી ખોદવાની, શુદ્ધ હવામાં દળવાની તથા દવાની કસરત સૌથી ઉત્તમ છે. દંડ-બેઠક સૌની અંદર કાયદાકારક છે. એકાદ કલાકની ઘોડેસ્વારી પણ સારી છે. ખાસ જરૂરની તે ખાખેની દેશી રમત. તથા દોડવાની, તરવાની, ખોદવાની તથા હસવાની કસરત છે. અનુભવથી વાચકને વિશેષ ખાત્રી થશે.
૨૮-હમેશાં સવારમાં ઉડીને પ્રાર્થના કરવી અને યાદ રાખવું કે, નિયમભંગ કરવાથી જરૂર નુકસાન થશે.
૨૯-છોકરા તેમજ છોકરીને સાદી અને કુદરતી ઢબે તેઓ જીવનભર નિર્મળ રહેવાનાં છે, એવી માન્યતામાં ઉછેરવાં.
૩૦–પતિ પત્નીએ જૂદા જૂદા એારડામાં સૂવું અને એકાંત ટાળવી, એ સૌથી મહત્ત્વનું છે. કઈ પણ વ્યક્તિએ પતિપત્ની વચ્ચે સુદ્ધાંત સંયમ અત્યંત અઘરો છે એમ માનવું નહિ. ઉલટું સૌ કોઈએ સંયમને જીવનની સામાન્ય અને સ્વાભાવિક સ્થિતિ તરીકે માનીને ચાલવું જોઈએ. - ૩૧-શૌચ જતી વખતે મળ વિસર્જન થયા પછી નળ હલાવવાની ક્રિયા જેને યોગાભ્યાસમાં નૌળી ક્રિયા કહે છે તે કરવી. આથી કરીને કોઈ પણ પ્રકારની બદી શરીરમાં રહેશે નહિ અને આંતરડાં સ્વચ્છ રહેવાથી વીર્યની દઢતા જરૂર વધશે. શૌચ ગયા પહેલાં શેરથી બશેર ઠંડુ પાણું ઉઠીને તુરતજ પીવું જોઈએ.
૩૨–સંપૂર્ણ ઊર્ધ્વરેતા થવા માટે બોલી ક્રિયાની ખાસ આવશ્યકતા છે. તે ક્રિયા ગુરુ પાસે રહીને જ શીખી લેવી; કારણ કે બજોલીનો પંથ લોહીથી ખરડાયેલો છે. આ ક્રિયા શીખતાં અનેક શેાધકે અત્યંત રોગી થયા છે અને બહુજ કફોડી સ્થિતિમાં મરણ પામ્યા છે. પણ જે આ ક્રિયા સિદ્ધ થાય તો તેને વ્યાધિ કે વૃદ્ધાવસ્થા કદી પ્રાપ્ત થતી નથી અને તેનું મૃત્યુ પાકા ફળની માફક સ્વાભાવિક રીતે આનંદથી થાય છે.
(એપ્રિલ-૧૯૨૮ના “વિજ્ઞાપક”માં લેખક શ્રી. હરિભાઈ ના. પટેલ–વિઘધિકારી, ધારી મહાલ)
જન
Rછે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com