________________
[ ૧૮ ]
આ વિધિમવાળા
जं पावइ पुण्णफलं, पूआण्हवणेण सत्तुंजे ॥ २९१ ॥ શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયકને સ્નાત્ર પૂજા નમસ્કાર કરતાં જેટલું પુણ્ય ઉત્પન્ન થાય, તેટલું પુણ્ય બીજા તીર્થ ઉપર સુવર્ણનું, ભૂમિનું તથા આભૂષણનું દાન કરવાથી પણ પામી શકાતું નથી.
धूवे पखुववासो, मासक्खवणं कपूरधूवंमि ।
कत्तियमासक्खवणं, साहू पडिलाभीए लहइ ॥ २९२ ॥ એ તીર્થ ઉપર ધૂપપૂજા કરે તે પંદર ઉપવાસનું ફળ થાય, કપૂરને ધૂપ કરતાં માસખમણનું ફળ થાય, અને એક પણ સાધુને પડિલા (વહેરાવે) તે કેટલાયે માસખમણુનું ફળ થાય છે.
તળાવ, સરોવર, નદીઓ વગેરે જેવાં પાણીનાં સ્થાન તે ઘણાંચે છે પણ સર્વથી અધિક તે સમુદ્ર જ છે; તેમ બીજા સર્વ તીર્થ લઘુ છે, સર્વથી અધિક તીર્થ તે સિદ્ધક્ષેત્રજ છે. જે એ તીર્થની યાત્રા કરી કૃતકૃત્ય થયા નથી તે મનુષ્યના ધન અને જીવિત શા કામના? તેમનું કુટુંબ ગૌરવ પણ શા કામનું? જે મનુષ્ય એ તીર્થની યાત્રા ન કરી તે જગ્યા એ ન જમ્યા બરાબર સમજ જીવ્યા પણ ન જી જાણ અને જ્ઞાની છતાં અજ્ઞાની જાણ. દાન, શીલ, તપ વગેરે ધર્મક્રિયા એ સર્વ કષ્ટસાધ્ય છે માટે બને તેટલી યાત્રા કરવા એગ્ય છે, તથાપિ સુખે કરી થઈ શકે એવી આ તીર્થની યાત્રા શા માટે આદરપૂર્વક ન કરવી ? ( જે પુરુષો પોતાને પગે ચાલીને શત્રુંજય તીર્થની યથાવિધિ સાત યાત્રાઓ કરે છે તે ધન્ય છે, અને જગતમાં સર્વમાન્ય છે.) પૂર્વાચાર્યોએ પણ કહેવું છે કે
छठेणं भत्तेणं, अपाणएणं तु सत्त जत्ताओ।
जो कुणइ सित्तुंजे, सो तइअभवे लहइ सिद्धिं ॥ २९८ ॥ જે ચેવિહાર છઠ્ઠ કરી શત્રુંજય તીર્થની સાત વાર યાત્રા કરે, તે પ્રાણી ત્રીજે ભવે સિદ્ધિપદને પામે છે.
તે ગુરુની વાણીએ, જેમ કાળી માટી વર્ષો પડવાથી પલળી જાય, તેમ ભકત્વાદિ ગુણયુક્ત તે જિતારી રાજાના હૃદયને કમળ કરી નાંખ્યું. જગતમિત્ર સરખા એ ગુરુની વાણ એવી છે કે, જેણે તે રાજાને ક્ષીણકર્મવંત કરીને તે જ વખતે સમ્યકત્વ સહિત કર્યો. તે સમયે તેના એવા તો શુભ પરિણામ થયા કે, તત્કાળ જ તે તીર્થની યાત્રા કરવાની અભિરૂચિ ( ઇચછા) ઉત્પન્ન થતાં તેણે પિતાના પ્રધાનાદિકને બોલાવીને એવી આજ્ઞા કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org