________________ વિરધવલની ચિંતા 32 33 32 333 332 333 33 35 3335 3533 | સર્વ દ્વિપસમુદ્રમાં જંબુદ્વિપ શેભે છે–એમાં સર્વ ક્ષેત્રમાં તિલક સમાન ભરતક્ષેત્ર છે–ખંડ સાધક ચકવર્તીની સાધનાનું એ બીજ છે. એ ક્ષેત્રમાં સર્વનગરમાં શ્રેષ્ઠ ઈંદ્રની અલકાપુરી સમાન ચંદ્રાવતી નગરી છે. જેમાં શ્રીમંતના ભવ્ય સ્ફટિકમય પ્રાસાદોની ધવલ પંક્તિઓ અને શ્રીમતના સુવર્ણ મય પિશાકે જાણે ઈદ્રની અલકાપુરીની સ્મૃતિને જગાવે છે. અહી લક્ષ્મી ને વૈભવ છે તે સરસ્વતીની આરાધના કરનાર તેજસ્વી પંડિત પુત્રો પણ છે. અહીં ત્યાગી સંતે છે. તે ભેગના સાધન ગણિકાઓના રમ્ય આવાસ પણ છે. છતાં વિશેષતા એ છે કે અહીં દરેકને દુધ સાકર જે મેળ છે. રાત્રીએ આકાશમાં તારા શેભે છે–તારામાં ચંદ્ર શોભે છે. દિવસે સૂર્ય શોભે છે એમ ચંદ્રસૂર્યના તેજને હરનાર અહીં પરાક્રમી છતાં શાંત-સૌમ્ય રાજા વીરધવલ શેભે છે. ચંદ્રને ચંદ્રિકા છે. સૂર્યને રશિમ છે. મયૂરને ઢેલ છે. અને રામને સીતા છે. એમ વિરધવલને બે રાણી છે. ચંપક, માલા એ પટ્ટરાણી છે. એનામાં સતીનાં તેજ છે. અને પમા P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust