________________
श्री सङ्घाचार भाष्यम् ઉપા. વિદ્યાનંદગણિને આચાર્યપદ અને પં. ધર્મકીર્તિને ઉપાધ્યાયપદ પ્રદાન કર્યું. આ પ્રસંગે મંડપમાં કેશરના છાંટણા થયેલા.
આ. વિદ્યાનંદસૂરિ ઘણા વિદ્વાન હતા. એમણે વિદ્યાનંદવ્યાકરણ”ની રચના કરી છે. પણ, એમનું આયુષ્ય અલ્પ હોવાથી પટ્ટપ્રભાવક- એમના નાનાભાઈ બન્યા.
આ. દેવેન્દ્રસૂરિ મ.એ ઘણા ગ્રંથો રચ્યા છે. ત્રણ ભાષ્ય અને પાંચ કર્મગ્રંથ, સુદંસણાચરિય વ. ઉપરાંત કર્મગ્રંથ ટીકા, ધર્મરત્ન પ્રકરણ ટીકા, વૃંદાવૃત્તિ વગેરે ઘણાં ટીકા ગ્રંથો અનેક સ્તોત્ર, સ્તવ પણ રચ્યા છે.
આ. દેવેન્દ્રસૂરિ મ. વિ.સં. ૧૩૨૭માં માળવામાં કાળધર્મ પામ્યા એના ૧૩મા દિવસે આચાર્યવિદ્યાનંદસૂરિ વીજાપુરમાં કાળધર્મ પામ્યા. આથી વૃદ્ધપોષાળના આ. ક્ષેમકીર્તિસૂરિએ વિ.સં. ૧૩૨૮માં વિજાપુરમાં ઉપા. ધર્મકીર્તિને આચાર્યપદ પ્રદાન કરી આ. ધર્મઘોષસૂરિ તરીકે ઘોષિત કર્યા.
આમ આ. વિદ્યાનંદસૂરિ અને આ. ધર્મઘોષસૂરિ બન્ને (ભાઈઓ) આ. દેવેન્દ્રસૂરિના પટ્ટધર ગણવાથી આ. ધર્મઘોષસૂરિ ૪૬મા પટ્ટધર બન્યા.
આ. દેવેન્દ્રસૂરિના કાળધર્મના સમાચાર સાંભળી ભીમ શ્રેષ્ઠિએ બાર વર્ષ સુધી અનાજનો ત્યાગ કર્યો.
ટીકાકાર આ. ધર્મઘોષસૂરિ આ. ધર્મઘોષસૂરિ જબરા માંત્રિક અને નિમિત્તજ્ઞ હતા. નાંદુરીના દેદાશા વિજાપુર આવીને વસેલા અને દેદાશાના સ્વર્ગવાસ પછી એમનો દીકરો પેથડ અત્યંત દરિદ્ર બની ગયેલો. ત્યારે આ. ધર્મઘોષસૂરિજી વીજાપુર પધારેલા અને વ્યાખ્યાનમાં સૂરિજીએ પરિગ્રહ પરિમાણની એવી અગત્યતા સમજાવી કે મોટાભાગના શ્રાવકો પરિગ્રહનું પરિમાણ લેવા તૈયાર થઈ ગયા. ત્યારે દરિદ્ર પેથડે લાખ રૂપિયાનું પરિમાણ માંગ્યું. આચાર્યશ્રીએ એનું લલાટ જોઈ કહ્યું- ભવિષ્યનો વિચાર કર... છેવટે આચાર્ય મ.ના સૂચન મુજબ પાંચલાખનું પરિગ્રહ પરિમાણ ધારણ કર્યુ. આ કારણે પેથડશા એમને પોતાના ધર્મદાતા ગુરુ માનતા હતા. માંડવગઢમાં આચાર્યશ્રી પધાર્યા ત્યારે પેથડમંત્રીએ ગુરુ મ.નો ભવ્ય સામૈયાપૂર્વક નગરપ્રવેશ કરાવેલો.
ચાતુર્માસમાં ભગવતીસૂત્રના શ્રવણ વખતે પ્રત્યેક ગોયમા’ શબ્દના શ્રવણ વખતે સોનામહોરથી પૂજન કરેલું. બત્રીસ વર્ષની ભરયુવાનવયમા પેથડશા અને પ્રથમણીએ આજ આચાર્ય ભગવંત પાસે ચતુર્થવ્રત ઉચ્ચર્યું હતું. આચાર્યશ્રીના ઉપદેશથી પેથડે ૮૪ જિનાલયો અને ૭ જ્ઞાનભંડારો બનાવ્યા. શત્રુંજય ઉપર ઋષભ જિનપ્રાસાદ નિર્માણમાં ૨૧ ઘડી સુવર્ણ વાપર્યું.
આ ધર્મઘોષસૂરિ મ. એ ગિરનારની યાત્રા કરી ગીરનારતીર્થ કલ્પ (૩૨ શ્લોક)