________________
श्री सङ्घाचार भाष्यम् | શ્રીમતે વીરનાથાય નમઃ ||
|| શ્રી ધર્મનાવાય નમઃ | શ્રી સિદ્ધિ-વિનય-ભદ્ર-વિલાસ-કાર-અરવિંદ-યશોવિજય-જિનચંદવિજયાદિભ્યો નમઃ
પ્રસ્તાવના B. ચૈિત્યવંદન ભાષ્ય ઉપરની વિસ્તૃત ટીકા સંઘાચારભાષ્યનો ગુજરાતી અનુવાદ પ્રથમવાર પ્રગટ થઈ રહ્યો છે તે ઘણા આનંદનો વિષય છે.
ગ્રન્થ અને ગ્રન્થકાર ચૈત્યવંદનભાષ્યની રચના ૪પમાં પટ્ટધર તપાગચ્છીય આ. દેવેન્દ્રસૂરિજીએ કરી છે અને ભાષ્યકારના જ શિષ્યરત્ન અને ૪૬માં પટ્ટધર તપાગચ્છીય આ. શ્રી ધર્મઘોષસૂરિ મ.સા. સંઘાચાર ભાષ્યની ટીકાની રચના કરી છે. તેઓ બન્ને વિ.સં. ૧૨૮પમા તપગચ્છના સ્થાપક ૪૪મા પટ્ટધર આ. શ્રી જગચ્ચન્દ્રસૂરિ મ.સા.ની પટ્ટપરંપરામાં થયા છે.
આ. શ્રી જગચ્ચન્દ્રસૂરિજીએ ચૈત્રગથ્વીય ઉપાધ્યાય શ્રી દેવભદ્રજીની સહાયથી ક્રિયોદ્ધાર કર્યો હતો. આ જગચ્ચન્દ્રસૂરિ મ.એ પોતાના ગુરુભગવંત આ. મણિરત્નસૂરિ મ.સા.નો સ્વર્ગવાસ થયો ત્યારથી (વિ.સં. ૧૨૭૪) અખંડ આયંબિલ તપ શરૂ કરેલ. વિ.સં. ૧૨૮૫માં તેઓશ્રી આહડ (ઉદયપર પાસે) નગરમાં નદી કાંઠે આતાપના લઈ રહ્યા હતા ત્યારે મેવાડના રાણા જૈત્રસિંહ એમના દર્શન કરી પ્રભાવિત થઈ ગયો. એણે કહ્યું. “આ તો મહાતપસ્વી છે ત્યારથી નિગ્રંથ ગચ્છનું પાંચમું નામ વડગચ્છ નામ પ્રચલિત હતું તેના સ્થાને છઠ્ઠું નામ ‘તપાગચ્છ' પ્રચલિત થયું.
ચિત્તોડની રાજસભામાં દિગંબર વાદીઓને જીતવાના કારણે રાણા જૈત્રસિંહે આ. જગચંદ્રસૂરિને હીરલા બિરુદ આપ્યું.
કેશરિયાજી તીર્થની પ્રતિષ્ઠા પ્રાયઃ આ આચાર્ય ભગવંતના હસ્તે થઈ છે. તેઓશ્રી વસ્તુપાળના છરી પાળતા સંઘમા પધાર્યા હતા. ગિરનાર, આબૂની પ્રતિષ્ઠામાં પણ ઉપસ્થિત હતા. (તેઓના ઉપદેશથી) વિ.સં. ૧૨૯૫માં જ્ઞાતાધર્મ કથા પાટણમાં લખાઈ હતી અને વિ.સં. ૧૨૭૯માં એ આગમ ગ્રંથનું વાંચન એમના પટ્ટધર આ. દેવેન્દ્રસૂરિજીએ જંઘરાળમાં કર્યું હતું.
ભાષ્યકાર આ. દેવેન્દ્રસૂરિજી ૪૫મા પટ્ટધર આ. દેવેન્દ્રસૂરિના સમયમાં તપગચ્છની બે શાખાઓ વૃદ્ધપોષાળ અને લઘુપોષાળ અસ્તિત્વમાં આવી.
આ. વિજયચંદ્રસૂરિ પણ આ જગચ્ચન્દ્રસૂરિજીના શિષ્ય હતા. પરંતુ દેવદ્રવ્યાદિથી બનેલી હોવાના કારણે જે મોટી પોષાળમાં ઉતરવાની આ. જગચ્ચન્દ્રસૂરિ મ.સા.એ ના પાડેલી. તેમાં આ. વિજયચંદ્રસૂરિ ૧૨ વર્ષ રહ્યા અને આચાર-વિચારમાં અનેક છુટછાટો