________________
BEE
આપૃચ્છા સામાચારી नित्यत्वहानिप्रसङ्गात् । यदि हि कामनामात्रेणैव नित्यत्वहानिः स्यात् । तहि भवन्मते किञ्चिदपि कार्यं नित्यं नैव स्यात् । यतः किञ्चिदपि कार्यं किञ्चित्फलापेक्षयैव क्रियते । ततश्च न भवदुक्तं युक्तम् ।
ननु सन्ध्योपासनादिनित्यकर्मणि न कस्यापि फलस्यापेक्षा विद्यते । ततश्च तत्कर्म नित्यं स्यादेवेति चेत् किं पीतमद्योऽसि, यदेतदपि न जानासि यदुत सन्ध्योपासनादिकर्मणि अन्यस्य कस्यचिदपि फलस्य कामना भवतु मा वा, किन्तु " यदि अहं एतन्नित्यकर्म न करिष्यामि, तर्हि अहं प्रत्यवायं प्राप्स्यामि, तस्मात्प्रत्यवायानुत्पादार्थं मयाऽवश्यं सन्ध्योपासना करणीया" इति प्रत्यवायाभावस्य तु कामनाऽस्त्येवेति ।
(શિષ્ય : હું એમ માનું છું કે બે પ્રકારના કર્મ હોય છે. (૧) જે કોઈ કર્મ ચોક્કસ ફળની ઈચ્છાથી કરાય એ કામ્યકર્મ. દા.ત. વરસાદ વગેરેની ઈચ્છાથી કા૨ી૨ી વગેરે યજ્ઞો ક૨વામાં આવે છે. (૨) જે કોઈ કર્મનું ચોખ્ખું દેખાતું કોઈ ફળ ન હોય પરંતુ એ કામ ન કરીએ તો નુકસાન થતું હોય તો એવા કર્મો નિત્યકર્મ કહેવાય.
પ્રસ્તુતમાં આપૃચ્છા તો “કર્મની નિર્જરા થાઓ” એવી ઈચ્છાથી કરવામાં આવે છે. એટલે નિર્જરારૂપી ફળની ઈચ્છાથી આપૃચ્છા કરાતી હોવાથી એ કામ્યકર્મ છે. નિત્યકર્મ નથી. એટલે એ ન કરીએ તો ય કંઈ નુકસાન ન થાય. કામ્યકર્મ ન કરવામાં નુકસાન થવાની વાત કરેલી નથી.)
ગુરુ : “આપૃચ્છા કરવામાં નિર્જરાની કામના છે એટલા માત્રથી એ આપૃચ્છા નિત્યકર્મ તરીકે મટી ન જાય. કેમકે ફળની કામના માત્રથી કરાતું કર્મ નિત્યકર્મ મટી જતું હોય, તો તમે માનેલા કામ્યકર્મો કે નિત્યકર્મો પ્રત્યેક કાર્યોમાં કોઈપણ પુરુષ કામના વિના તો પ્રવૃત્તિ કરતો જ નથી. નિત્યકર્મમાં પણ ‘આ જો નહિ કરું તો મને નુકસાન થશે. માટે નુકસાન ન થવા દેવા માટે નિત્યકર્મ કરું' એવી કામના પડેલી જ છે. એટલે કામના વિના તો કોઈપણ કામમાં પ્રવૃત્તિ ઘટતી જ ન હોવાથી તમે માનેલા નિત્યકાર્યો પણ કામ્ય બની જવાની આપત્તિ તમને આવશે.
यशो. - तस्मादभिष्वङ्गलक्षणकामनयैव काम्यत्वं कर्मणो, नेच्छामात्रेणेति बोध्यम् ।
चन्द्र. - ननु यदि सर्वत्रैव कामनाऽस्ति, तर्हि नित्यकर्मणः काम्यकर्मणश्च भेदो न स्यात् । यतः द्वे अपि कर्मणी कामनयैव क्रियमाणे काम्ये एव स्याताम् । न त्वेकमपि नित्यमित्यत भेदमाह तस्माद् = यतः सर्वमपि कार्यं किञ्चित्फलापेक्षयैव क्रियते, ततः काम्यकर्मनित्यकर्मणोः भेदार्थं इदमभ्युपगन्तव्यं, यदुत अभिष्वङ्गलक्षण-कामनयैव = विषयासक्तिस्वरूपया अशुभया कामनयैव । काम्यत्वं कर्मणः =कर्म काम्यं भवति इति भावः । नेच्छामात्रेण =न निर्जरादिकामनारूपशुभेच्छामात्रेणेति ।
(શિષ્ય : તો પછી કામ્યકર્મની વ્યાખ્યા શું ?)
ગુરુ : “જ્યાં કોઈપણ કામના હોય તે કામ્યકર્મ” એમ માનવામાં આપત્તિ આવે છે માટે એમ માનવું જોઈએ કે અભિષ્યંગ=આસક્તિ=વિષયસુખોની લાલસા રૂપી કામના વડે જે કાર્ય કરાય એ જ કાર્ય કામ્ય કહેવાય. ઈચ્છામાત્રથી કોઈ કાર્ય કામ્ય ન બને. એટલે આપૃચ્છામાં તો સમિધ્વજ્ઞ ન હોવાથી, નિર્જરાની કામના હોવાથી એ કામ્યકર્મ ન બને. પરંતુ એ નિત્યકર્મ જ બને. અને એટલે એ ન કરીએ તો અવશ્ય નુકસાનો થાય.
યશો. अथ नित्याऽकरणस्य प्रत्यवायहेतुत्वे तत्करणात् पूर्वमकरणस्य नियतत्वात् મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૭