________________
સાત પરમહિતેચ્છુ મિત્રો હતા. રામચંદ્રજીની યોગ્યતા જોઈને તેઓના ગુરૂ શ્રીમુનિચંદ્રસૂરિજીએ તેમને ૧૧૭૪માં આચાર્ય પદવી આપી, અને રામચંદ્રને બદલે “દેવસૂરિ” નામ રાખ્યું. વાદમાં નિપુણ હતા એટલે “વાદિદેવસૂરિ” એવા નામથી પ્રસિદ્ધ થયા. ગુરૂજીની સમ્મતિ લઈ શ્રીદેવસૂરિજી ધોળકા પધાર્યા. ત્યાં ઉદય નામના પરમભક્ત શ્રાવકે શ્રીસીમંધર સ્વામિની પ્રતિમા બનાવેલી. તેની પ્રતિષ્ઠા કરાવવા ઉત્તમ ગુરૂજીના સંયોગની તે ઉદય શ્રાવક રાહ જોતો હતો. આજે પણ તે ઉદાવતી (ઉદાવસતિ)ના નામે મોજૂદ છે.
એક વખત શ્રીદેવસૂરિજી નાગોર દેશ તરફ જવા માટે ગુજરાતથી આબુ તરફ પધાર્યા. શિષ્યોના આગ્રહથી આબુપર્વત ઉપર આરોહણ કર્યું. રસ્તામાં સિદ્ધરાજના અંબાપ્રસાદ નામના મંત્રીને સર્પદંશ થયો. સૂરિજીએ પોતાના પગ ધોવણથી મંત્રીને નિર્વિષ કર્યો. જેથી મંત્રી સૂરિજી ઉપર પ્રભાવિત થયો અને સિદ્ધરાજ પાસે સૂરિજીની બહુ પ્રશંસા કરી. યુગાદિદેવને નમસ્કાર કરી શાસનદેવીની સ્તુતિ કરી. શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે “તમે ગુજરાત તરફ પાછા ફરો, ગુરૂજી પાસે જાઓ, તમારા ગુરૂજીનું આયુષ્ય માત્ર આઠ માસનું જ છે.” આટલું કહી દેવી અંતર્ધાન થઈ અને દેવસૂરિજીએ પોતાના ગુરૂને મળવા પાટણ તરફ વિહાર કર્યો. તે વખતે પાટણમાં દેવબોધ નામે એક વિદ્વાન બ્રાહ્મણ આવેલો, તેણે દુર્બોધ એવો એક શ્લોક લખ્યો. પાટણના પંડિતોમાંથી કોઈ એનો અર્થ ઉકેલી શક્યું નહીં. એટલે અંબાપ્રસાદ મંત્રીએ રાજાને આ શ્લોકનો અર્થ ઉકેલવા “ગુરુ શ્રીવાદિદેવસૂરિજી”નું નામ સૂચવ્યું. તેઓએ તુરત જ આ શ્લોકનો અર્થ કરી બતાવ્યો. તેથી દેવબોધ પંડિત પરાભૂત થયો. અને રાજા આચાર્ય ઉપર ઘણા બહુમાનવાળા થયા.
પાટણમાં જ “બાહડ” નામના શ્રાવકને ધર્મમાર્ગે ધનનો સદ્વ્યય કરવાની ઈચ્છા થતાં દેવસૂરિજીએ સુંદર જિનાલય બનાવવાની વાત કરી. તેથી બાહડે સુંદર જિનપ્રાસાદ બનાવ્યું. તથા ચંદ્રકાન્ત મણિ અને સૂર્યકાન્ત મણિ કરતાં પણ વધુ પ્રભાવક “વર્ધમાન સ્વામીની મૂર્તિ કરાવી. પરંતુ તે વખતે વિ.સં. ૧૧૭૮માં શ્રીદેવસૂરિજીના ગુરૂ શ્રી મુનિચંદ્રસૂરિજી કાલધર્મ પામ્યા. જેથી વિ.સં. ૧૧૭૯માં પૂ. દેવસૂરિજી મ. પાસે આ વર્ધમાન સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા બાહડે કરાવી.
ત્યારબાદ દેવસૂરિજીએ નાગોર તરફ વિહાર કર્યો. પાટણમાં હારેલો દેવબોધ બ્રાહ્મણ ત્યાં નાગોરમાં આવ્યો. ગુરૂજીની સ્તુતિ કરી પ્રણામ કર્યા. તેથી ત્યાંનો રાજા આલ્હાદન પણ ઘણો ખુશી થયો અને દેવસૂરિજીનો પરમરાગી થયો. તે વખતે પાટણના રાજા સિદ્ધરાજે નાગોર ઉપર ચડાઈ કરી. પરંતુ દેવસૂરિજી ત્યાં હોવાથી ઘેરો પાછો ખેંચી લીધો અને દેવસૂરિજીને ભક્તિબહુમાનપૂર્વક પાટણ બોલાવ્યા. પાછળથી નાગોર ઉપર ચડાઈ કરી ત્યાંના આલ્હાદન રાજાને જીતી લીધો.
૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org