________________
નામનું ગામ હતું તેને મદાહત અથવા મદ્રદુઆ કહેવાતું. સંભવ છે કે આજે “મંડાર” ના નામે જે ગામ પ્રસિદ્ધ છે તે આ હોઈ શકે. કારણ કે તે ગામ ગુજરાત-રાજસ્થાનના સરહદે છે. જો કે તેની પશ્ચિમ દિશામાં પર્વતની એક જ ટેકરી છે. પરંતુ તે કાલે ચારે તરફ વધુ ટેકરીઓ હોય અને તેથી જ સૂર્યકિરણો ન પ્રવેશી શકવાના કારણે અગમ્ય પણ હોય, એમ બની શકે. તથા મદહત શબ્દ ઉપરથી જ મંડાર બન્યું હોય એમ પણ સંભવ છે. અથવા આબુની દક્ષિણ દિશામાં આવેલા વૈષ્ણવોના તીર્થધામરૂપ “મદુઆજી” પણ હોઈ શકે. ત્યાં પણ આબુ પર્વતની અનેક ટેકરીઓ છે. એટલે “મંડાર અથવા મદુઆજી” જન્મસ્થાન હોય એમ લાગે છે. તે ગામમાં પ્રાગ્વાટ વંશમાં (એટલે પોરવાળ જાતિમાં) વીરનાગ નામે સદ્ગૃહસ્થ હતા. તેમને જૈનધર્માનુરાગિણી, અનેક જૈન મુનિઓના વ્યાખ્યાન શ્રવણથી પ્રભાવિત થયેલી, અને શ્રી મુનિચંદ્રસૂરિજી નામના આચાર્ય વિષે સવિશેષ ગુરુબુદ્ધિ રાખનારી એવી જિનદેવી નામના ધર્મપત્ની
હતી.
- એક વખતે રાત્રિકાલે સ્વપ્રમાં આકાશમાંથી ઉતરી પોતાના ઉદરમાં જતા ચંદ્રને જિનદેવીએ જોયો, પ્રભાતે જાગી હર્ષ સહિત પ્રભુદર્શન કરી, ઉપાશ્રયે જઈ ગુરૂજીને સ્વમસંબંધી હકીક્ત કહી, ગુરૂજીએ “તમારે ઘેર જૈનશાસનનો મહાપ્રભાવક બાળક જન્મશે.” એવો અર્થ કહ્યો. જે સાંભળી ઘણી જ સંતુષ્ટ થયેલી માતા તથા આવા શુભ સમાચારના શ્રવણથી પ્રસન્ન થયેલ પિતા, ધર્મમાર્ગમાં લયલીન થયાં, બાળજન્મની ઉત્સુકતાપૂર્વક રાહ જોતા છતા દોહલાઓ પૂર્ણ કરવા પૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. વિક્રમ સંવત ૧૧૪૩માં જિનદેવીને બાળકનો જન્મ થયો, તે જ આ ગ્રન્થના કર્તા શ્રીવાદિદેવ સૂરિજી છે. (પૂ. આ. શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મ. ૧૧૪૫માં જન્મ્યા છે. તેથી આ ગ્રન્થકર્તા હેમચંદ્રાચાર્યજીના સમકાલીન હતા.) માત-પિતાએ આ બાળકનું સ્વપ્રને અનુસારે “પૂર્ણચંદ્ર” નામ રાખ્યું.
એક વખત આ ગામમાં મહામારિનો રોગ ફેલાયો, તેથી વીરનાગ (પોતાનાં પત્ની અને પુત્ર સાથે) ગુજરાતમાં તે વખતે લાટદેશ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતની શોભામય એવા ભુગુકચ્છ (ભરૂચ) નગરમાં આવ્યા. ત્યાં સુખડી અને ચણા-મમરા-સીંગ આદિ વેચવાનો આ વીરનાગ ધંધો કરતા હતા. તે વખતે પૂર્ણચંદ્રની ઉંમર આઠ વર્ષની હતી. તે પણ પિતાની સાથે આ ધંધો કરતો. અને ગૃહસ્થોને ઘેર પ્રેમભરી મીઠીવાણી બોલવાના કારણે કાજુ-દ્રાક્ષ રૂપ મેવા મેળવતો. ગામમાં અપૂર્વ પ્રીતિ પ્રાપ્ત કરી.
એક વખત વિહાર કરતા કરતા પૂ. મુનિચંદ્રજી મ. ત્યાં પધાર્યા. આ બાળકનું રૂપ-તેજપ્રીતિસંપાદકતા આદિ ગુણો દેખીને, અને જિનદેવીએ કહેલા ચંદ્રમાના સ્વમની વાત યાદ કરીને મનમાં નિશ્ચિત કર્યું કે આ બાળક અવશ્ય જૈનદર્શનનો પ્રભાવક થશે. એમ સમજી વિરનાગને
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org