Book Title: Ratnakaravatarika Part 1 Author(s): Vadidevsuri, Kalyanbodhivijay Publisher: Jina Dharm Prakashan Trust SuratPage 15
________________ પૂ. સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી. પૂ. શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી, પૂ. શ્રી વૃદ્ધવાદીજી, પૂ. શ્રી વજસ્વામીજી, પૂ. શ્રી આર્યરક્ષિતજી, પૂ. શ્રી પાદલિપ્તસૂરિજી, પૂ. શ્રી હરિભદ્રસૂરિજી, પૂ. શ્રી મલ્લવાદિજી, પૂ. શ્રી સિદ્ધર્ષિગણિજી, પૂ. શ્રી અભયદેવસૂરિજી, પૂ. શ્રી બપ્પભટ્ટસૂરિજી, પૂ. શ્રી માનતુંગસૂરિજી, પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂ. શ્રી વાદિદેવસૂરિજી. પૂ. શ્રી યશોવિજયજી ઈત્યાદિ અનેક પ્રભાવક આચાર્યો થયા કે જેઓએ અગાધ એવા જ્ઞાન સાગરમાં ડુબકી લગાવી જીવનની પળેપળનો ઉપયોગ અપૂર્વ અને કિંમતી શ્રુતરત્નોની શોધમાં જ કર્યો છે. કોઈ દેશ જયારે સીમાડાના દેશના રાજાના લશ્કરોથી ઘેરાય છે. પરપ્રાન્તના લશ્કરો તોફાને ચઢે છે. ત્યારે સ્વદેશની રક્ષા દુષ્કર બને છે. પ્રતાપી બળવાન્ રાજા જ તેનો સામનો કરી વિજય મેળવે છે. તેવી જ રીતે મિથ્યા દર્શનવાદીઓના દર્શનકારો મિથ્યા વાતોના પ્રચાર દ્વારા જગન્જનાર્દનને જ્યારે ઉધે રસ્તે દોરે છે. અને ભ્રામક માન્યતાઓ દ્વારા તોફાને ચઢે છે, ત્યારે તર્ક અને ન્યાય શાસ્ત્રોમાં નિપૂણ એવા જૈનાચાર્યો રાજયસભામાં મિથ્યા વાદીઓની સામે મલ્લની જેમ ગર્જના કરે છે. તેમના મિથ્યા અને કપોલકલ્પિત સિદ્ધાંતોને ખોંખરા કરી નાખે છે. અકાઢ્યયુક્તિઓ દ્વારા સત્ય સિદ્ધાંતોને સિદ્ધ કરી જૈન શાસનની બેજોડ પ્રભાવના કરે છે. તેવા પ્રભાવક આચાર્યોમાં “શ્રી વાદિદેવસૂરિજી” નામના વાદનિપુણ, સિદ્ધરાજ નામના રાજાની રાજ્યસભામાં વિજય મેળવનાર, અને પરવાદીઓ વડે અજેય એવા આ આચાર્ય અગ્યારમીબારમી સદીમાં થયા. કે જેઓ આ મૂળગ્રન્થના રચયિતા છે. જૈન ન્યાયની પરિભાષાને સમજાવતો, સંસ્કૃતભાષામય, “પ્રમાણનયતત્તાલોક” નામનો આ મૂલ ગ્રન્થ પૂજ્ય શ્રી વાદિદેવસૂરિજી મહારાજશ્રીએ સૂત્રાત્મક રૂપે બનાવ્યો છે. જેના આઠ ભાગ છે. તે આઠ ભાગને આઠ પરિચ્છેદ કહેવાય છે. એકેક પરિચ્છેદમાં ૨૧-૨૭-૧૦૯-૪૭૮-૮૭-૫૭-૨૩ એમ કુલ ૩૭૯ સૂત્રો છે. આ ગ્રન્થમાં પ્રમાણ, તેના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદો, તેના પ્રતિભેદો, નૈગમાદિ સાત નયો, એકાન્ત દષ્ટિએ થતા નયાભાસો, પ્રમેય દ્રવ્યો, પ્રમાતા આત્મા, પ્રમાણનુ ફળ, અને વાદવિધિ ઈત્યાદિ વિષયો ટંકારાયા છે. જયાં જ્યાં અલ્પ માત્ર પણ પરદર્શનનો માન્યતા ભેદ જણાયો છે ત્યાં ત્યાં તે તે દર્શનનો માન્યતાભેદ પૂર્વપક્ષ રૂપે રજુ કરીને તેની સામે અકાટ્ય અને અદ્ભુત યુક્તિસમૂહ રજુ કરીને તે તે માન્યતાઓને હતપ્રહત અને પરાસ્ત કરવામાં ગ્રંથકારે અવર્ણનીય અને પ્રશંસનીય પ્રયત્નવિશેષ કરેલો છે. હવે સૌથી પ્રથમ ગ્રન્થકર્તા શ્રી વાદિદેવસૂરિજીના જીવન વિષે કંઈક દૃષ્ટિપાત કરીએ. ગ્રન્થર્તા શ્રીવાદિદેવસૂરિજી – ગુજરાતના ઉત્તર સીમાડે, આબૂ પર્વતની નજીકમાં “અષ્ટાદશશતી” નામનો એક પ્રાન્ત હતો, જે પ્રાન્તમાં પર્વતની ટેકરીઓથી દુર્ગમ અને સૂર્યના કિરણો માટે અગમ્ય એવું “મદહુત” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 506