Book Title: Ratnakaravatarika Part 1 Author(s): Vadidevsuri, Kalyanbodhivijay Publisher: Jina Dharm Prakashan Trust SuratPage 13
________________ તેમની મૃતભક્તિ દ્વારા તેમના પ્રત્યે મારા અંતરમાં પ્રગટેલા શુભભાવનાના પુચ દ્વારા જોગાનુજોગ સુરતના એક દિવસના રોકાણમાં તેમનો ભેટો થઈ ગયો. વિદ્વત્તા સાથેની તેમની સરળતા અને નમ્રતાએ મને વિશેષ આદર થયો. સાંસારિક જવાબદારીઓ નિભાવવા સાથે પાકટ વયે પણ દિવસ દરમ્યાન ૮/૧૦ કલાક સાધુ-સાધ્વીજી ભગવંતોને ન્યાયના જટીલ ગ્રંથોનો અભ્યાસ કરાવવો, વર્ષમાં છ-છ મહિના પરદેશમાં રહેલા જૈન બંધુઓને જૈનદર્શનો તાત્વિક બોધ આપવાનું ભગીરથ કાર્ય કરવું. અને વચ્ચે વચ્ચે સમય મળતાં આવા કઠણ ગ્રંથોના અનુવાદ રચવા આ બધી તેમની શુભ પ્રવૃત્તિશ્રુતભક્તિની અનુમોદના કરીએ એટલી ઓછી છે. અનુવાદોના સર્જન કર્યા બાદ પુસ્તકોને પ્રગટ કરવા માટે ફંડ ઉભુ કરવું, પ્રેસો સાથેના સંપર્ક કરવા મુફો જોવા. છપાએલા પુસ્તકોનું વિતરણ કરવું. આ બધી સામાન્યમાનવ સાધ્ય બાહ્ય પ્રવૃત્તિમાંથી તેમની નિવૃત્તિ થાય તો બચેલા તે સમયમાંથી બીજા અનેક ગ્રંથોના અનુવાદોની ભેટ તેમના તરફથી જિનશાસનને મળતી રહે એવા શુભ ઉદેશથી અન્ય પ્રવૃત્તિની તમામ જવાબદારીઓ પ્રથમ આવૃત્તિ છપાઈ ત્યારે પૂજયપાદ વૈરાગ્યદેશનાદક્ષ ગુરૂદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા-આશિષથી બેજોડ શ્રુતભક્તિ કરતા શ્રી જિનશાસન આરાધન ટ્રસ્ટે ઉપાડી લીધી હતી. જેથી તેમનો બોજો ઘણો હળવો થઈ ગયો હતો. પ્રસ્તુત રત્નાકર અવતારિકાનો ગુર્જર અનુવાદ જો કે મલય વિજયજી મહારાજે કરેલ છે છતાં તે પરિમિત શબ્દમાં હોઈ પંડિતવર્ય ધીરૂભાઈએ કરેલો આ ગુજરાનુવાદ અભ્યાસુવર્ગમાં ખૂબ જ ઉપયોગી અને આદરપાત્ર બનશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રસ્તુત ગ્રંથની પ્રથમ આવૃત્તિના સંશોધન-સંપાદનનો લાભ તેમણે અમને આપ્યો તે અમારા માટે ઘણો આનંદનો વિષય છે. છેલ્લા કેટલાય સમયથી પ્રથમ આવૃત્તિ અલભ્ય જ બની ગઈ હતી તેથી ધીરુભાઈએ જે આ બીજી આવૃત્તિ તેમના ટ્રસ્ટ તરફથી છપાવીને અભ્યાસુ વર્ગની ઇચ્છાને સંતોષી છે તે ઘણો આનંદનો વિષય છે. અંતે પરમાત્માને પ્રાર્થના કરવાનું મન થાય છે કે પ્રભુ ધીરૂભાઈને દીર્ધાયુ બક્ષે કે જેથી તેઓ જીવનના ચરમ શ્વાસ સુધી આવા બીજા અનેક ગ્રંથોના અનુવાદો કરી જિનશાસનની-જૈન સાહિત્યની અદ્ભુત ભક્તિ કરી શકે. પ્રસ્તુત ગ્રંથ યાવચેંદ્રદિવાકર સુધી જીવંત રહે અને અનેક આત્માઓ આના અધ્યયન અધ્યાપનથી દાર્શનિક બોધ દ્વારા સત્યદર્શનનું ભાન કરી આત્મકલ્યાણ કરતા રહે એજ એક અંતરની અભ્યર્થના. લી. કૃષ્ણનગર, શ્રા.વ.૧૪ (૨૦૧૨) મુનિશ્રી કલ્યાણબોધિવિજય ૧ ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 506