________________
છે. પ્રસ્તાવના :
(ભારતદેશની આ પવિત્ર ભૂમિ ભૂતકાળમાં અનેક મહાત્મા અને સંતપુરૂષો વડે વિભૂષિત કરાઈ છે. જ્યાં અનેક ચોવીશીઓમાં બહુ તીર્થંકરભગવન્તો, ગણધરભગવન્તો, આચાર્ય મ. સાહેબો અને મહાનું સાધુસંતો થયા છે. તથા આજ ભૂમિ ઉપર જૈનેત્તર સંતો-ઋષિમુનિઓ, મહાતાપસો પણ થયા છે. આવી આ પવિત્રભૂમિ ઉપર પ્રભુશ્રી મહાવીર સ્વામી આ અવસર્પિણી કાળના ચરમતીર્થપતિ થયા. જેઓને નિર્વાણ પામ્યાને લગભગ ૨૫૩૪ વર્ષ થવા આવ્યાં છે. તેઓએ પ્રકાશેલી, જગતના જે પદાર્થો જે રૂપે છે તે રૂપે પદાર્થોને સમજાવતી, અધ્યાત્મરસથી ભરેલી, અપૂર્વ ધર્મદેશનાને તેમની પછી થયેલા ગણધરભગવન્તોએ અને શ્રુતકેવલીઓએ તથા મહાન્ આચાર્યોએ સ્વમુખે દેશના આપવા દ્વારા, તથા અભૂતપૂર્વ ગ્રન્થરચનાઓ કરવા દ્વારા સદાકાળ માટે ચિરસ્થાયી રહે તેવી મૂર્તરૂપે કરી છે. ધર્મદેશનાને શાસ્ત્રરચના દ્વારા મૂર્તરૂપ આપ્યું છે.
તેઓશ્રીના પ્રવચનને સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્ય રૂપે ગુંથીને ફુલોની મોટી મોટી હારમાળાઓની જેમ નાના-મોટા શાસ્ત્રગ્રંથો રચી જગતનું કલ્યાણ કરનારા, અને એ રીતે જૈનશાસનની અભૂત પ્રભાવના કરનારા અનેક પ્રભાવક આચાર્ય ભગવંતો ભૂતકાળમાં થયા છે. શાસ્ત્રમાં આઠ જાતના પ્રભાવક કહેવાયા છે.
पावयणी धम्मकही वाई नेमित्तिओ तवस्सीव ।।
विज्जा सिद्धो य कई, अढेव पभावगा भणिया ॥ (૧) વર્તમાન કાળના અગાધ શ્રુતના અર્થનો માર્મિક તાગ પામનારા જે હોય તે પ્રવચનપ્રભાવક (૨) કથાઓ દ્વારા લોકોને જૈનધર્મનો મર્મ સમજાવનારા તે ધર્મકથાપ્રભાવક, (૩) વાદ દ્વારા રાજસભામાં વાદીઓને જિતનારા તે વાદપ્રભાવક (૪) યોગ્ય અવસરે અપૂર્વયથાર્થ જ્યોતિષ કહેવા દ્વારા શાસનની પ્રભાવના કરનારા તે નિમિત્તપ્રભાવક, (૫) અભૂત તપ દ્વારા પ્રભાવના કરનારા તે તપપ્રભાવક, (૬) આકાશગામી આદિ વિદ્યાઓ દ્વારા શાસનની પ્રભાવના કરનારા તે વિદ્યાપ્રભાવક, (૭) ઉચિત અવસરે મંત્ર-તંત્ર-અંજનયોગ આદિ દ્વારા ચમત્કાર દેખાડી પ્રભાવના કરનારા તે સિદ્ધપ્રભાવક, અને (૮) અપૂર્વ કાવ્યો રચવા દ્વારા પ્રભાવના કરનારા તે કવિપ્રભાવક. આ આઠ પ્રકારના પ્રભાવકમાંથી અદૂભૂત સાહિત્યસર્જન કરવા દ્વારા સકલ જગતને (અને વિશિષ્ટપણે ચતુર્વિધ સંઘને) તીર્થંકર પરમાત્માના વાલ્મયને સમજાવનારા પ્રથમના ત્રણ પ્રકારના અનેક પ્રભાવક આચાર્યો થયા. પૂ. શ્રી ભદ્રબાહુસ્વામી, પૂ. ઉમાસ્વાતિજી,
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org