________________
કહ્યું કે જો તારો આ બાળક દીક્ષિત થાય તો મહાજ્ઞાની અને જૈનશાસનનો પ્રભાવક થાય તેમ છે. વીરનાગે કહ્યું કે હે ગુરૂજી ! હવે હું વૃદ્ધ થયો છું. મારે આ એક જ પુત્ર છે. અને વૃદ્ધાવસ્થામાં તે જ આધારરૂપ છે. વળી તેની માતા જિનદેવી પણ વૃદ્ધ છે. છતાં આપશ્રી મારા ગુરૂજી છો. તમારી ઈચ્છાનું ઉલ્લંઘન પણ મારાથી કેમ થાય? શ્રી મુનિચંદ્રજીએ કહ્યું કે ચિંતા ન કર, તારી તથા તારી પત્નીની સંપૂર્ણ દેખભાલ આ ગામનો શ્રાવક ગણ કરશે, અને મારા પાંચસો શિષ્યો તારા પુત્ર જેવા છે. અર્થાત તે પણ સંઘ દ્વારા સારસંભાળ કરાવશે. જિનદેવીને પણ ગુરૂજીએ સમજાવી કે એક કુટુંબના દ્રવ્યઉદ્ધારક કરવા કરતાં અનેક કુટુંબોનો ભાવ ઉદ્ધારક તમારો બાળક થાય એમાં જ તમારૂં ગૌરવ છે. આ રીતે માત-પિતાની સમ્મતિ મળતાં નવ વર્ષની ઉંમરે પૂર્ણચંદ્રને દીક્ષા આપવામાં આવી. અને તેનું દીક્ષિત “રામચંદ્ર” એવું નામ રાખવામાં આવ્યું.
શ્રી રામચંદ્રજીને ગુરૂજી-શ્રીમુનિચંદ્રજીએ પોતાનું મન બરાબર પરોવીને તર્કશાસ્ત્ર-લક્ષણશાસ્ત્રન્યાયશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્રનો સાંગોપાંગ સુંદર અભ્યાસ કરાવ્યો. પૂર્વે થયેલા વાદિવેતાલ શ્રીશાન્તિસૂરીશ્વરજી પાસેથી “પ્રમાણ શાસ્ત્રના વિષયનો વિશાલબોધ જે પોતાને પ્રાપ્ત થયો હતો. તેનો સંપૂર્ણ ખજાનો તેઓએ પોતાના શિષ્ય શ્રીરામચંદ્રને આપ્યો. અને શ્રી રામચંદ્રજી દિલખોલીને તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા દ્વારા પ્રમાણના વિશાલવિષયને પણ પી ગયા. તેઓ તર્ક અને ન્યાયશાસ્ત્રના ઉંડા અભ્યાસના કારણે વાદ-વિવાદમાં ઘણા જ નિપુણ બન્યા, આચાર્ય બન્યા પહેલાં જ ઘણા ઉભટ વાદીઓ સાથે પણ વાદ કરવાનું બન્યું અને સર્વેનો પરાભવ કરી વિજય મેળવનાર બન્યા. (૧) ધોળકામાં શિવાતવાદી બ નામના બ્રાહ્મણ વાદી સાથે વાદ થયો. (૨) કાશ્મીરસાગરમાં અને સાચોરમાં પણ કોઈ વાદીની સાથે વાદ થયો. (૩) નાગપુરમાં “ગુણચંદ્ર” નામના દિગંબરઆચાર્યની સાથે વાદ થયો. (૪). ચિત્રકુટમાં (ચિતોડમાં) ભાગવત શિવભૂતિની સાથે વાદ થયો. (૫) ગોપગિરિ (ગ્વાલીયર)માં ગંગાધરની સાથે વાદ થયો. (૬) ધારા નગરીમાં ધરણીધરની સાથે વાદ થયો.
પુષ્કરિણી (પોકરણ)માં વચનોના મદથી ઉદ્ધત બનેલા પદ્માકર નામના બ્રાહ્મણની સાથે વાદ થયો. ભરૂચમાં કૃષ્ણ નામના વિદ્વાન્ બ્રાહ્મણની સાથે વાદ થયો. (પ્રભાવક ચરિત્ર શ્લોક ૩૮ થી ૪ર) પંડિત શિરોમણી વાદનિપુણ એવા આ રામચંદ્રજીને વિદ્વાન-વિદ્યાવ્યસની-તર્કશાસ્ત્રમાં નિપુણ એવા વિમલચંદ્ર, હરિચંદ્ર, સોમચંદ્ર, પાર્જચંદ્ર, શાન્તિચંદ્ર અને અશોકચંદ્ર અને કુલભૂષણ એમ
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org