Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

Previous | Next

Page 11
________________ આ રાજશેખરસૂરિજીની આજ્ઞાથી પૂર્ણિમા ગચ્છના ગુણચંદ્રસૂરિના શિષ્ય “જ્ઞાનચંદ્રજીએ આ રત્નાકર અવતારિકા ઉપર એક નાની “ટીપ્પનક'ની રચના કરી છે, તેના દ્વારા પણ આ ગ્રંથની ઉપયોગિતામાં સારો એવો વધારો થયો છે. મંદ મતિ અભ્યાસુઓ ઉપર ઉપકાર કરવા માટે શંકા-સમાધાન રૂપ સંવાદાત્મક શૈલીમાં આચાર્ય વિજય નીતિસૂરિ મ. ના શિષ્ય “મલયવિજયજી મહારાજે સંક્ષિપ્ત પણ ઘણો જ સુંદર અનુવાદ કર્યો છે. જેનાથી ગ્રંથની ગરિમા વધી છે. આ સિવાય આઠે પરિચ્છેદનો હિંદિમાં પણ અનુવાદ થયેલ છે. આઠે પરિચ્છેદોમાં આંખે ઉડે તેવી વેરાયટીઓ પ્રમાણ સ્વરૂપ નિર્ણય નામના પ્રથમ પરિચ્છેદમાં સંનિકર્ષ નહી પણ સંશય-વિપર્યયઅનધ્યવસાય વિહિન વ્યવસાયાત્મક જ્ઞાન જ પ્રમાણ છે અને તે જ્ઞાન સ્વસંવિદિત છે અને સવિકલ્પ જ છે. જ્ઞાન જ પ્રમાણ છે. એમ સિદ્ધ કરી પ્રમાણનું લક્ષણ અને નિર્દોષતા સિદ્ધ કરી છે. પ્રત્યક્ષસ્વરૂપનિર્ણય નામના દ્વિતીય પરિચ્છેદમાં પ્રમાણના સાંવ્યવહારિકાદિ ભેદના વિવેચનની સાથે સર્વજ્ઞસિદ્ધિ - ઈશ્વરના જગત્કર્તુત્વનો નિરાસ અને કેવલીના આહારની સિદ્ધિ જડબાતોડ કરી છે. સ્મરણ પ્રત્યભિજ્ઞાન - તર્કનુમાનસ્વરૂપનિર્ણય નામના ત્રીજા પરિચ્છેદમાં પરોક્ષજ્ઞાનના સ્મરણાદિ ભેદની સાથે ન્યાયના અભ્યાસના પાયા સ્વરૂપ પક્ષ-સાધ્ય-હેતુ દષ્ટાંત સંબંધીત તમામ વિગતોને આવરી લેવામાં આવી છે. આગમ સ્વરૂપ નિર્ણય નામના ચોથા પરિચ્છેદમાં આગમનું પ્રામાણ્ય સિદ્ધ કરવાની સાથે શ્રુતિ અપૌરૂષય છે એ વાતનું જોરદાર ખંડન કર્યું છે. શબ્દના નિત્યત્વને અસિદ્ધ કર્યું છે. શબ્દની શક્તિ વાર્થમાં જ સમાવિષ્ટ છે. નહીં કે અપોહાદિમાં, આવુ તર્કથી સિદ્ધ કરાયુ છે. સપ્તભંગીનું અદ્ભુત નિરૂપણ કરાયુ છે. પ્રમેય સ્વરૂપ નિર્ણય નામના છઠ્ઠા પરિચ્છેદમાં પ્રમાણના વિષયભુત પ્રમેય એ સામાન્ય વિશેષ ઉભય ધર્માત્મક વસ્તુ છે. એમ સિદ્ધ કરી બૌદ્ધકથિત ક્ષણિકવાદનાં છોતરે છોતરાં ઉખેડી નાખ્યા છે. ધર્મ અને ધર્મી વચ્ચે ભેદભેદ સ્પષ્ટ કરી વસ્તુમાં ઉત્પાદાદિ ધર્મવ્યય સાધી પ્રત્યેક વસ્તુને સદસદાત્મક સિદ્ધ કરવામાં અનેકાંતવાદની સર્વોપરિતા સાબિત કરી છે. ફલ પ્રમાણ - સ્વરૂપાદ્યાભાસનિર્ણય નામના છઠ્ઠા પરિચ્છેદમાં પ્રમાણના ફળના નિરૂપણની સાથે બનાવટી પ્રમાણો અને તમામ આભાસોને ઉઘાડા પાડીને તેના દ્વારા યથાર્થજ્ઞાન સ્વરૂપ ફળનો અભાવ સિદ્ધ કર્યો છે. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 506