Book Title: Ratnakaravatarika Part 1 Author(s): Vadidevsuri, Kalyanbodhivijay Publisher: Jina Dharm Prakashan Trust SuratPage 10
________________ સ્યાદ્વાદરત્નાકર અને વાદિદેવસૂરિ મ. રત્નાકરઅવતારિકા અને રત્નપ્રભસૂરિ મ. પંજીકા અને રાજશેખરસૂરિ મ. ટીપ્પનક અને જ્ઞાનચંદ્રજી મ. ગુર્જર અનુવાદ અને મલયવિજયજી મ. વાદિદેવસૂરિજીએ આ પ્રમાણનયતત્કાલોક ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ રચી છે. જેનું નામ છે “સ્યાદ્વાદ રત્નાકર” નામ પ્રમાણે ગુણ છે. તેર હજાર શ્લોક પ્રમાણનો ગ્રંથ ખરેખર સ્યાદ્વાદનો મહાસાગર છે. અનેક દાર્શનિક ગ્રંથોના ઢગલાબંધ વિષયોની તર્ક-બુદ્ધિ યુક્તિ-હેતુ-દષ્ટાંત આદિ દ્વારા ન્યાયના કસોટી પત્થર ઉપર ઘસી ઘસીને સત્યતત્ત્વના સુવર્ણને સિદ્ધ કરવાનો બેજોડ પ્રયાસ આ મહાકાય ગ્રંથમાં કરાયો છે. સામાન્યમતિમાન્ પુરૂષોને આ ગ્રંથનું કદ-વિષય-શૈલી જોતાં પરસેવો છૂટી જાય તેમ છે, તેથી જ દેવસૂરિજીના શિષ્યરત્ન રત્નપ્રભસૂરિએ આ રત્નાકરમાં દરેકનો સુખદ પ્રવેશ થઈ શકે તે માટે નાવ તુલ્ય એક મધ્યમ ગ્રંથનું સર્જન કરી અદ્ભુત ગુરૂભક્તિનો આદર્શ પુરો પાડ્યો છે. આ નાવડી એ જ “રત્નાકર અવતારિકા'. રત્નપ્રભસૂરિજી પણ અંતે તો વાદિદેવસૂરિના જ શિષ્યને ! તેમની અજોડ વિદ્વત્તા, તાર્કિક શક્તિ, છંદ કાવ્ય અને અલંકાર ઉપરની માસ્ટરી - ભાષા ઉપરની પક્કડ, ન્યાયના જટીલ પદાર્થોને પણ ગદ્ય-પદ્ય કે કાવ્યમાં ગુંથી લેવાની આવડત, પ્રાસને ગોઠવવાનો સુંદર અભ્યાસ આદિના કારણે પાંચ હજાર શ્લોક પ્રમાણ આ રત્નાકર અવતારિકા પણ સરળ તો નથી જ. ન્યાયની શૈલીના કારણે કઠણતા તો છે જ સાથે સાથે ભાષાકીય કઠીનતા પણ ઘણી છે. તેને પણ વિશેષ સરળ કરવા માટે પ્રબંધકોશના પ્રણેતા “રાજશેખરસૂરિ મહારાજે વિશિષ્ટ અઘરા શબ્દના અર્ધાનુવાદ રૂપ “પંજીકા”ની રચના કરી. મલધારી અભયદેવસૂરિના સંતાનીય પદ્મદેવસૂરિના પ્રશિષ્ય અને તિલકસૂરિજીના જેઓ શિષ્ય હતા, તેમણે આ પંજીકા ઉપરાંત સર્જેલા પ્રાકૃત દ્વયાશ્રયવૃત્તિ, શ્રીધરની ન્યાય કંદલી ઉપર પંજીકા, પડ્રદર્શન સમુચ્ચય, ચતુરશિતિ પ્રબંધ (અપરનામ વિનોદકથા સંગ્રહ) પ્રબંધ કોશ, ગુજરાતી સાહિત્યમાં નેમિનાથ ફાગ વિ. દ્વારા તેમની અપૂર્વ વિદ્વત્તા છતી થાય છે, અઘરા શબ્દ સમુહને સરળ કરવા રૂપ પંજીકાની રચના કરી રત્નાકર અવતારિકાની સમૃદ્ધિમાં તેમણે સારો એવો ઉમેરો કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 506