Book Title: Ratnakaravatarika Part 1 Author(s): Vadidevsuri, Kalyanbodhivijay Publisher: Jina Dharm Prakashan Trust Surat View full book textPage 8
________________ મુલ્લાજી કહે - સારું થયું પનીર નથી, પત્નીને આશ્ચર્ય થયું, બે ઘડી પહેલાં પનીરને ભરપેટ વખાણ કરનાર મુલ્લાજી એકાએક આમ કેમ બોલે છે ? પત્નીની શંકા દૂર કરવા મુલ્લા ઉવાચઃ પનીર નથી એ સારૂ એટલા માટે છે કે તે ખાવાનો એક ગેરફાયદો પણ છે કે તે દાંતોની જડને ઢીલી કરી નાખે છે, આ તો ખાવાનું મન થયું એટલે માંગી લીધું. હોત તો સારું થાત. ભુખ લગાડવાનું કામ કરત, નથી તો તે પણ સારું જ છે દાંતોની જડ ઢીલી થતી અટકશે. આને કહેવાય સ્યાદ્વાદદષ્ટિ, જયાં એકાંતવાદ ત્યાં સંઘર્ષ જ્યાં અનેકાંતવાદ ત્યાં સમાધાન આ સમાધાનાત્મક દૃટિનો ઉઘાડ કરવા કે વિકાસ કરવા માટે વર્ષોનો સાધનાભ્યાસ જરૂરી સાદ્વાદગર્ભિત પદાર્થોના માર્મિક ઐદત્પર્યાર્થવાળા રહસ્યોના ઉઘાડ માટે સૂક્ષ્મ અને તીક્ષ્ણ બુદ્ધિ ગમ્ય ન્યાયગ્રંથોનો અભ્યાસ અતિ આવશ્યક છે. એના દ્વારા પદાર્થના મર્મસ્થલ સુધી પહોંચવાની અગમ્ય ક્ષમતાનો પ્રાદુર્ભાવ થાય છે. ન્યાય પરિકર્મિત મતિવાળા આત્માઓ માટે કોઈપણ ક્ષેત્રમાં, (ચાહે તે લૌકિક હોય કે લોકોત્તર, ભૌતિક હોય કે આધ્યાત્મિક) કે કોઈપણ વિષયમાં (ચાહે તે જૈન દર્શન હોય કે જૈનેતર દર્શન, આગમિક હોય કે કાર્મગ્રંથિક) પ્રવેશ કરવો દુષ્કર નથી. બાકી આ ન્યાયને જો માત્ર ધાર્મિક ચર્ચા કે વાદ-વિવાદોની યુદ્ધભૂમિ ઉપર લડી વિજય. પ્રાપ્ત કરવા માટેનું શસ્ત્ર જ માનીશું તો આજના કાળે તે નિરૂપયોગી જ જણાશે. કારણ કે આજે નથી પૂર્વકાલીન ષડ્રદર્શનની ચર્ચા કે નથી વાદી-પ્રતિવાદીઓના રાજ્યસભામાં થતા વાદ-વિવાદો, તર્કોના આઘાતી-પ્રત્યાઘાતી તોપમારા વડે પ્રતિવાદીઓને પરાસ્ત કરવા દ્વારા સ્વધર્મ કે સ્વ માન્યતાને સત્યાર્થ પૂરવાર કરી ધર્મસભામાં વિજયડંકો વગાડનારા વિદ્વાન્ દિગ્ગજોને આજે ધોળે દિવસે દિવો લઈ ગોતવા જવું પડે એમ છે. ટુંકમાં - પૂર્વમાં હતી એવી ધર્મચર્ચાઓ નથી, ધર્મરસિક રાજા મહારાજાઓ નથી; અકાટ્ય બુદ્ધિના ધારકો નથી. ધાર્મિક ચર્ચાનો રસ નથી, સૂક્ષ્મબુદ્ધિ ગમ્ય ધર્મનું મૂલ્ય સમજાતું નથી. શાસ્ત્રના માધ્યમ દ્વારા થતી ધર્મની બલાબલની કસોટીના-હાર જીતના દર્શન આજે દુર્લભ છે. છતાં પૂર્વજોએ બુદ્ધિ કસી કસીને સર્જેલા ન્યાય શાસ્ત્રોનો અભ્યાસ આજે એટલા માટે આવશ્યક છે કે તેના દ્વારા બુદ્ધિ ધારદાર બને છે, કોઈ પણ ક્ષેત્ર કે કોઈપણ વિષયમાં પ્રવેશ સુગમ બને છે. પૂર્વકાલીન વાદવિવાદોની શૈલી, પાદાર્થિક discussion ની રીતભાતનો ખ્યાલ આવે છે. પદર્શનના બોધની સાથે સત્યદર્શનનું સચોટ જ્ઞાન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 506