________________
અંતરના ઉદ્ગાર છે.
ઉત્કૃષ્ટકોટીની સાધના દ્વારા ઘનઘાતી કર્મોનો કચ્ચરઘાણ બોલાવી કેવળજ્ઞાન પામ્યા બાદ તીર્થકરના જીવો સૌપ્રથમ તીર્થની સ્થાપના કરે છે. તીર્થ એટલે ચતુર્વિધ સંઘ કે પ્રથમ ગણધર,
પરમાત્મા ગણધર ભગવંતોને “ત્રિપદી’નું દાન કરે છે, પરમાત્માના વાસક્ષેપના પ્રભાવે આ ત્રિપદી દ્વારા અંતર્મુહુતમાં જ પ્રત્યેક ગણધર ભગવંતો સૂત્રથી ભિન્ન અને અર્થથી સમાન એવી દ્વાદશાંગીની રચના કરે છે,
દ્વાદશાંગી એટલે શ્રતરત્નનો મહાસાગર, ત્રિકાળવર્તી પદાર્થોને પ્રગટ કરતો Encyclopaedia, ઉત્કૃષ્ટ જ્ઞાનખજાનો, દુનિયાનું કોઈ તત્ત્વ આ દ્વાદશાંગીનો અવિષય નથી, આ દ્વાદશાંગીમાં “શું છે ?” એમ પૂછવા કરતાં “એમાં શું નથી ?” એ પ્રશ્ન વધુ ઉચિત લાગે.
દુનિયાના તમામ ધર્મોમાં રહેલા સત્તત્વનું બીજ આ દ્વાદશાંગી છે.
ગણધરે ગણધરે આ દ્વાદશાંગી સૂત્રથી ભિન્ન ભિન્ન હોય છે એટલે આમ તો અનંતી દ્વાદશાંગી થઈ છતાં અર્થથી તે બધી સમાન છે, નથી તેના પદાર્થમાં કોઈ વિસંવાદ કે નથી તેના સર્જકોમાં કોઈ પાદાર્થિક મતભેદ. આનું એક કારણ એ છે કે આ દ્વાદશાંગી “સ્યાદ્વાદ” ગર્ભિત છે.
“સ્યાદ્વાદ” એટલે અનેક Angle થી વસ્તુને જોવાનો દૃષ્ટિકોણ, “સ્યાદ્વાદ” એટલે એકાંતિક પક્કડ-કદાગ્રહનો અભાવ, “સ્યાદ્વાદ” એટલે “જ' કારનો નહી પણ સર્વત્ર “પણ”નો ઉપયોગ કરવો, સ્યાદ્વાદ એટલે ગમે તેવા ક્લિષ્ટ સંઘર્ષોનું સમાધાન કરી આપનાર Master Key. - જ્યાં સંઘર્ષ છે, મતભેદ છે, મનભેદ છે ત્યાં એકાંતવાદ છે, અનેકાંતદષ્ટિમાં સંઘર્ષને સ્થાન નથી.
પદાર્થની કસોટી સમયે “સ્યાદ્વાદ” કસોટીના પત્થરનું કામ કરી સોના જેવા સત્યનો અને પિત્તળ જેવા સત્યાભાસનો પર્દાફાસ કરે છે જ્યારે લૌકિક વ્યવહારમાં પણ જીવનને સંઘર્ષમુક્ત અને સ્વર્ગીય બનાવવા માટે સ્યાદ્વાદ એ જ એક રામબાણ ઉપાય છે.
ધાર્મિક-સામાજિક-આર્થિક-ભૌતિક-રાજકીય-રાષ્ટ્રીય કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે અનેકાંતવાદને આત્મસાત્ કરવો એ જરૂરી જ છે. એમ નહીં પણ આવશ્યક છે.
એક મુલ્લાએ પત્નીને કહ્યું - ઘરમાં પનીર હોય તો લાવ, પનીર ખાવાનો એ ફાયદો છે કે તે હોજરીને ખીલવી જોરદાર ભુખ લગાડે છે, પત્ની કહે - હાલ ઘરમાં પનીર નથી, કાલે લાવીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org