________________
પ્રમાણનયતત્વાલોક અને વાદીદેવસૂરિ
પ્રસ્તુત ગ્રંથનું નામ છે “રત્નાકર અવતારિકા”, આ ગ્રંથનો બીજભૂત મૂળ ગ્રંથ છે “પ્રમાણનય તત્ત્વાલોક', જેના કર્તા છે મુનિચંદ્રસૂરિ મ.ના શિષ્ય વાદિદેવસૂરિ મ. સં. ૧૧૫૨માં મુનિચંદ્રસૂરિજી પાસે દીક્ષિત થયા. પૂર્ણચંદ્ર નામ રાખ્યું. સં. ૧૧૭૪માં સૂરિપદે બિરાજમાન થયા બાદ તેમનુ નામ દેવસૂરિ પડ્યું.
સંવત ૧૧૮૧ના વૈશાખ સુદ પુનમના દિવસે સિદ્ધરાજની સભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્ર અને પ્રતિવાદી શ્વેતાંબરાચાર્ય દેવસૂરિ મ. વચ્ચે એક ઐતિહાસિક વાદ થયો, (પ્રભાવક ચરિત્ર) જે હારે તેણે ગુજરાત છોડી દેવાની કડક શરત હતી. ૩૬ વર્ષીય હેમચંદ્રાચાર્ય પણ તે સભામાં હાજર હતા, તર્કોના તોપમારાથી ધણધણી ઉઠેલી તે વાદસભામાં કુમુદચંદ્રને સજ્જડ પરાજય આપી ગુર્જર દેશમાંથી દિગંબરોની હકાલપટ્ટી વાદીદેવસૂરિએ કરી હતી જેનુ સચોટવર્ણન યશઃચંદ્ર કૃત ‘મુદ્રિતકુમુદચંદ્ર’નામના નાટકમાં છે.
આ ચિરસ્મરણીય વાદમાં મળેલા અજોડ અને અજેય વિજયને કારણે તેઓ ‘વાદિદેવસૂરિ’ તરીકે ખ્યાત થયા, દેવસૂરિજીને જયપત્ર સાથે એક લાખ સોનામહોરનું તુષ્ટિદાન આપવા સિદ્ધરાજ સજ્જ થયા, સૂરિ તો નિગ્રંથ નિષ્પરિગ્રહી હોવાથી સૂરિજી દ્વારા તે દાન ન સ્વીકારાતાં તે દાન દ્વારા સિદ્ધરાજે જિનમંદિરનું નિર્માણ કર્યું. તેમનો સ્વર્ગવાસ સં ૧૨૨૬માં કુમારપાળના સમયમાં થયો હતો.
સંસ્કૃત ઉપરાંત પ્રાકૃતમાં ત્રણ અને અપભ્રંશ ભાષામાં એક કૃતિ તેમણે રચી છે જે પ્રકરણ સમુચ્ચયમાં છપાઈ છે. ::
પ્રમાણ નય તત્વાલોક આઠ પરિચ્છેદમાં વિભક્ત છે. પ્રત્યેક પરિચ્છેદમાં ક્રમશઃ ૨૧-૨૭૧૦૯-૪૭-૮-૮૭-૫૭-૨૩ એમ કુલ ૩૭૯ સૂત્ર છે.
સૂત્રાત્મક શૈલીમાં ન્યાયના જટીલ પદાર્થોને વણી લેતો આ ગ્રંથ એક Standard આદર્શ છે. આવા પ્રકારના અન્ય ગ્રંથો મલવા દુર્લભ છે. એટલે આ ગ્રંથને Unique કે Rareકહી.
શકાય.
ગ્રંથનો મુખ્ય વિષય પ્રમાણ અને નય છે. આ બેના માધ્યમ દ્વારા ન્યાયને લગતા ઢગલાબંધ વિષયોને આવરી લેવાયા છે.
જૈનન્યાયના અભ્યાસુ માટે આ ગ્રંથ એક મૌલિક આધાર પૂરો પાડે છે. સાથે સાથે બૌદ્ધસાંખ્ય-ન્યાય-વૈશેષિક-મીમાંસક અને ચાર્વાક દર્શનના સપૂર્વપક્ષ-સયુક્તિયુક્ત ખંડન કરી છોતરે છોતરાં ઉખેડી નાખ્યાં છે.
૧. પ્રમાણનયતત્વાલોકના પ્રથમ પાંચ પરિચ્છેદનો અનુવાદ પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધીએ કરેલ છે.
Jain Education International
८
For Private & Personal Use Only
www.jainelibrary.org