________________
પોતાના જ્ઞાનયોગથી શુદ્ધ બને છે.
જેઓ હજી વ્યવહારદશામાં જ છે, ક્રિયાઓથી હજી વિશિષ્ટ ચિત્તશુદ્ધિ પામ્યા નથી તેઓ કર્મયોગી છે. તેમને શુદ્ધ થવા માટે આવશ્યકાદિ ક્રિયાઓ અત્યંત જરૂરી છે. તેઓ આત્મા કર્મથી લેપાયેલો છે એવી સમજથી કર્મલેપને દૂર કરવા જિન વચનાનુસારે આવશ્યકાદિ ક્રિયાઓનો અભ્યાસ કરતાં કરતાં ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરે છે. પછી તેઓ કર્મયોગી મટીને જ્ઞાનયોગી બની જાય છે, અને (મુખ્યતયા) જ્ઞાનથી શુદ્ધ થાય છે. આમ પ્રથમ કર્મયોગ (ક્રિયા કે વ્યવહાર)ની જરૂર છે. કર્મયોગી ચિત્તની શુદ્ધિ થયા પછી જ્ઞાનયોગ (નિશ્ચય)ની જરૂર છે.
ज्ञानाक्रियासमावेशः सहैवोन्मीलने द्वयोः । ભૂમિદ્દામેવતત્ત્વત્ર, મવેવૈ મુચ્યતા IIII
(૭) યો:- બંને દૃષ્ટિનો સન્ન- સાથે વ- જ સ્મીતને- વિકાસ થતાં જ્ઞાનયિાસમાવેશ:- જ્ઞાન-ક્રિયાની એકતા થાય છે તુ- અને ભૂમિામેવત:ગુણસ્થાનક રૂપ અવસ્થાના ભેદથી અન્ન- જ્ઞાન ક્રિયામાં જ મુક્યતાએક એકનું મુખ્યપણું ભવેત્- હોય છે.
(૭) ઉ૫૨ના વિષયનો સાર એ આવ્યો કે શુદ્ધિ માટે બંને યોગની જરૂર છે. હવે આપણે આમાં જરા ઊંડા ઉતરીએ. સૂક્ષ્મદૃષ્ટિથી જોતા એ બંને યોગ સાથે હોય છે. હા, એ બંનેમાં ગૌણતા પ્રધાનતા અવશ્ય હોય છે. ઉપર કહ્યું તેમ પ્રથમ કર્મયોગ હોય છે. પણ કર્મયોગ વખતે જ્ઞાનયોગ ન જ હોય એમ નહિ, કિંતુ ગૌણ રૂપ હોય છે. કર્મયોગ પ્રધાન રૂપે હોય છે. કર્મયોગ સિદ્ધ થયા પછી જ્ઞાનયોગ હોય છે. જ્ઞાનયોગ દશામાં કર્મયોગ ગૌણ રૂપે હોય છે, અને જ્ઞાનયોગ મુખ્યરૂપે હોય છે. આ જ વાત અહીં (સાતમા શ્લોકમાં) કહે છે–
વ્યવહાર અને નિશ્ચય (ક્રિયા અને જ્ઞાન) એ બંને દૃષ્ટિનો એકી સાથે (એક જ કાળે) વિકાસ થતાં જ્ઞાન અને ક્રિયાનો સમાવેશ = એકતા હોય છે. હા, ગુણસ્થાનક રૂપ ભૂમિકાના ભેદથી અહીં (જ્ઞાન-ક્રિયામાં) એક એકની મુખ્યતા જરૂર હોય છે. ધ્યાન (જ્ઞાન) દશામાં જ્ઞાનની મુખ્યતા એ વ્યવહારમાં ક્રિયાની મુખ્યતા હોય છે.
25252525252525252525252
KEYUR YOU ८
****** * * 12
DisplayitYC UpCfm