________________
વંદન કરવા ગયા. પૂજ્યશ્રીએ બાબલાને પૂછ્યું. પૂજા કરી? દર્શન કર્યા? ‘હા’ કેવી રીતે? દર્શન “નમો જિણાણે” કહી દર્શન કર્યા. પૂજ્યશ્રીએ કહ્યું જો એમ ન પતાવાય. દરેક ભગવાનની પ્રાઇવેટ મુલાકાત લઈ “નમો જિણાણે દરેક ભગવાનને કહેવું. અઠવાડીયે પાછા વંદનાર્થે આવ્યા ત્યારે એના પપ્પા કહે આ બાબલાને તમો ચડાવો નહીં. રોજ કેટલી વાર લગાડી દે છે. ચોવિશી સામે ઉભો રહે. બીજા ભગવાનને નમો જિણાણ, ત્રીજા-ચોથા એમ બધાની ગણતરી કરતો જાય છે. નાનકડા બાબાને રાગભક્તિ સમજાઈ એને અમલમાં ઉતારો. હરિભદ્રસૂરિ કહે છે પ્રભુ તારા પર આટલા તર્કો લગાવ્યા તેના ફળરૂપે મને તારું શાસન મળ્યું. હવે એક ચીજ જોઈએ છે કે મને એવા ભાવો જાગો કે તારા પ્રત્યે અવિહડ પ્રેમ ઉભો થઈ જાય. ‘તેષાં પરિણતિ ફલ ચારિત્ર રુચિ' કોઈપણ રીતે મનમાં શુભ ભાવના વિચાર પ્રગટો. અનેક પ્રવચનો સાંભળ્યા પછી શુભભાવ પેદા થાય તો માનજો કે શાસનમાં રુચિ છે. કોઇપણ શબ્દને ભાવને શુભભાવમાં બદલો. દીકરો ગમે તેટલું તોતડું કે કાલુઘેલું બોલે તોય તેની માં ને ગમે છે.! જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે તે દૃષ્ટિ ને પણ ધન્ય છે..” આ રાગ ભક્તિ પ્રથમ છે. તેમાં પ્રણિધાન કે કોઈ
વિધિ નથી. ૨) યોગ ભક્તિ-મન-વચન અને કાયાના યોગને એકાગ્ર બનાવવા પડે તેવી ભક્તિ.
ભગવાન ગમે પણ ભગવાન જેટલું કોઈ ન ગમે તે રાગ ભક્તિ “ઔર ન ચાહું કંત’ સ્ત્રીને પતિ સાથે સંતાનો કુટુંબીજનો પણ ગમતા હોય છતાં પતિ જેટલું કોઈ ન ગમે. ભગવાન ગમે અને તેમના સિવાય તમામ જીવો પણ ગમે.
અભિનંદન જિન દર્શન તરસીએ...” દર્શન કરતા યોગની ઝંખના કરી. જગતના તમામ પદાર્થો કરતા જિનવચનનો રાગ વધારી દો. કુમારપાળ મહારાજાના ગુરુ હેમચંદ્રાચાર્યમ. જ્યારે કાળ પામ્યા ત્યારે પણ કુમારપાળ પ્રભુને વિનંતી કરે છે હે પ્રભુ! સાડા ત્રણ કરોડ શ્લોકના રચયિતા ગુરુ મળ્યા. તે નાથ! તારા વચન ઉપરનો રાગ વધતો જાય એ જે ભાવ ફળરૂપે મળે તે ઇચ્છું છું.
રાગ ભક્તિ પણ કેવી? • શ્રેણિકને ચેલણા નહોતી ગમતી એવું નથી પણ ચેલણાં કરતા મહાવીર વધુ
ગમતા હતા. પ્રભુ વીરને શ્રેણિકે પૂછ્યું ચેલણા કેવી? પ્રભુએ જવાબ આપ્યો મહાસતી’ છે. તેણે રત્નકંબલ માંગી પણ ન આપી કારણ કે મહાવીર જેવી ભક્તિ ન હતી. રાગભક્તિથી આવતી ચોવિશીના પ્રથમ તીર્થંકરની ભૂમિકા બાંધી. ગુજરાતના શહેરમાં એક યુવાનને ચારિત્રની ઝંખના હતી. માતાની પ્રેરણા હતી પણ પિતાજીનો અંતરાય હતો. મન મૂકી પ્રભુની ભક્તિ કરે. યોગ એવા એકાકાર