________________
• સુરત ગોપીપુરા નેમુભાઈની વાડીના પાઠશાળાના માસ્તર સુરતના બાળકોને ગોવા
ફરવા લઈ ગયા. પણ એક કાયદો કર્યો બે ટાઈમ ઉભયટક પ્રતિક્રમણ કરવાનું. ગોવા જેવા સ્થળે જઈને બન્ને ટાઈમ પ્રતિક્રમણ કરવાનું એ આશ્ચર્ય નથી? ધીરૂભાઈ લંડનના એરપોર્ટમાં વેઈટીંગ રૂમમાં સામાયિક કરી લે આ ભૂમિકા છે આપણી કે ગામ-પરગામ છૂટની ભૂમિકા. ચારિત્રના માર્ગે જવું મુશ્કેલ છે પણ ચારિત્રના માર્ગે જનારને રજા આપવી ને તેનાથીય મુશ્કેલ છે. આત્મસાત કરેલો વૈરાગ્યનો ભાવ ચારિત્ર ગ્રહણ કરવા અને રજા આપવાની ઇચ્છા કરાવશે. પાનખર ઋતુમાં વૃક્ષ પર પાંદડા ન હોય છતાં એ માળી વૃક્ષને ત્યાગતો નથી. તમો તો ખાલી ઘાસતેલનો ડબ્બો ય છોડવા તૈયાર નથી. તેવા કાળમાં ભર્યાભાદર્યા લીલાછમ સંસાર છોડી દીક્ષાઓ થઇ રહી છે. અચ્છા અચ્છા ભણેલા ગણેલા નીકળી રહ્યા છે. સુરપાલ - છ વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગયો. રસ્તામાં આચાર્ય ભગવંત મળ્યા. તેનું કપાળ જોઈ છોકરો તાકાતવાળો લાગ્યો. આને ચારિત્ર આપું એવી ઇચ્છા થઈ. ત્યાં મા-બાપ શોધવા આવ્યા. આચાર્ય મહારાજે મા-બાપ પાસે વાત મૂકી “આ બાળક અમને સોંપી દો' મા-બાપે એક શરતે હા પાડી એ બાળકના નામમાં અમારું નામ રહેવું જોઈએ. ૭ વર્ષની ઉંમરે દીક્ષા થઈ “બપ્પભટ્ટી' નામ પડ્યું. રોજની ૧૦૦૦ ગાથા કંઠસ્થ કરે. બાર વર્ષે આચાર્ય પદવી થઈ. ૪૦૦૦ સાધુસાધ્વીઓ, રાજા-મહારાજા, રાજવી માણસો, શ્રેષ્ઠિઓ એમની પદવીમાં હાજર હતા. આચાર્ય બપ્પભટ્ટસૂરિએ ગુરુના મુખ પર ચિંતા જોઈ કારણ પૂછતા ગુરુ ભગવંતે કહ્યું “તમારા મુખ પર જવાની ફૂટી રહી છે અને તમારી પાછળ ભક્તો પાગલ છે. આ સાંભળી બપ્પભટ્ટસૂરિ ઊભા થઈ પચ્ચખ્ખાણ કરે છે. જાવજીવ છ વિગઈનો ત્યાગ કર્યો અને ભક્તોના ઘરની ગોચરી ન વાપરવી. જો કોઈ તારી નજરે ચડી આવે, કારજ તેહના સફળ કર્યા આ થવું જોઇએ. દુઃખી ન થાઓ સાથે દોષિત પણ ન બનો. ગુણોના બગીચામાં લઈ જાય તે ભગવાન અને બગીચાનો રસ્તો બતાડે તે ગુરુ છે. ભગવાન આપણી રક્ષા કરે છે. શાસનની, સંઘની, દેવગુરુ-ધર્મની સેવા કરો. રાગભક્તિ અને યોગભક્તિ એ વ્યવહાર માર્ગ છે. ગુણભક્તિ એ પહોંચીએ ત્યારે નિશ્ચય ભક્તિનો માર્ગ શરૂ થાય છે.
ત્રણ રત્નોની સમૃદ્ધિ પ્રાપ્ત કરવા પૂર્વ તૈયારી
૧) ભાવની ૨) આરાધન! (છેલ્લા ૧૨ અષ્ટક અવસરે પ્રકાશિત)