________________
બનાવે. હાથમાં પકડેલી અગરબત્તી દ્વારા ધૂપ પૂજામાં ખોવાઈ જાય. અગરબત્તી પૂરી થઈ જાય. આંગડીઓ દાઝે ત્યાં સુધી ખ્યાલ ન હોતો આવતો. આજેય મુંબઈ-ઘાટકોપરમાં અંબરીષભાઈ છે. પ્રભુની આંગી પ્રક્ષાલે એવા એકાકાર બની જાય. ફાગણ તેરસની ફેરી પૂર્વે દાદાની આંગી સજાવવા પહોંચી જાય. કલાકો ખોવાઈ જાય.
પ્રભુના ગુણ સ્વરૂપમાં ખોવાઈ જાઓ. ૩) ગુણભક્તિઃ ભગવાનની વીતરાગતા ગમવી જોઈએ. મન-વચન-કાયાના યોગ
નહીં જામે તો ચિત્ત જામશે નહિ. કેન્સરની વેદનામાં યોગભક્તિ ન જામે પણ ગુણભક્તિ જામી જશે. જિનપ્રભસૂરિ મહારાજે સંસ્કૃત સ્તોત્રો દ્વારા ગુણ ભક્તિ જમાવી. આજે એમના દ્વારા રચાયેલા ઘણા સ્તોત્રો ઉપલબ્ધ છે. અદ્ભૂત સર્જન છે. ભગવાન ભલે ગમે પણ તેમની વીતરાગતા ગમવી જોઈએ. અમે ગમીએ કે અમારા ગુણો ગમે? તમને સાધુ યાદ ક્યાં આવે? સ્નાન કરતા સાધુ યાદ આવે? વાળ કપાવતા? એસીમાં બેસો ત્યારે? વૈભવી કારોમાં દોડતાં? ગુણો સ્પર્શવા જોઇએ. એક હોસ્પિટલમાં માંગલિક સંભળાવવા મહાત્માને લઈ ગયા. ૨૮ વર્ષનો છોકરો હતો. કપાળે તિલક હતું. મહાત્મા માંગલિક સંભળાવવાની શરૂઆત કરી નમો લોએ સવ્વસાહૂણં પર પહોંચ્યા ત્યાં બહારથી તેમના કોઈ સ્વજન આવી બોલવા લાગ્યા. અત્યારથી શું સંભળાવો છો? હજી તો કાંઈ એની ઉંમર છે? હવે બોલો, આવી સ્થિતિનું ઠેકાણું ક્યારે પડે? તુમ ગુણ ગંગાજળ, ઝીલીને નિર્મલ થાઉં છું.” અવર ન ધંધો આદરું નિશદિન તોરા ગુણ ગાઉં રે....' પહેલા ચરણે રાગભક્તિ, પછી યોગ ભક્તિ અને વચ્ચે ગુણભક્તિ. બધા દોષોના ત્યાગવાળું જીવન મળે તો ગુણભક્તિ ટકે. રોજ દર્શને જાઓ તો રાગ પ્રગટે પણ ક્યારેક જાઓ તો લુખ્ખા દર્શન થાય. ભગવાન તો કહે છે તું મને રાગનું બુંદ આપી દે તો હું એને એનલાર્જ કરી દઇશ. ગૌતમસ્વામી ગુણિયાજીના રસ્તા પર કેવળજ્ઞાન પામી ગયા. સાધના કરતા જે ગૌતમ મેળવી ના શક્યા તે વિલાપ મેળવી આપ્યું. સાધુ ગમે તે ભૂમિકા પર છોડે કે તેમનો વૈરાગ્ય ગમે તે ભૂમિકા પર છો? વૈરાગ્ય ગમશે તો હાલના બધા સંઘર્ષો શમી જશે. રાગ-દ્વેષ બધાજ દોષો વૈરાગ્યની કચાશના કારણે છે. ત્રણ કચાશથી બચો. ૧) પુણ્યની કચાશ ૨) વૈરાગ્યની કચાશ ૩) પરિણતિની કચાશ. આ બધામાં ચોથું પરિબળ છે પુરુષાર્થની કચાશ.
ઈઈઈઈઈડર