________________
દરેક શબ્દ અને દરેક વિચાર શુભ ભાવમાં રૂપાંતરિત થાય એ માટે પ્રયત્નશીલ બનજો. રાગ જાગ્યા વિના ભક્ત બની શકાતું નથી અને રાગ છોડ્યા વિના ભગવાન બની શકાતું નથી.
જેની પાસે જ્ઞાનાદિ ત્રણ રત્નો નથી એની મુક્તિની કોઈ શક્યતા નથી. • પદાર્થ ગમે છે તેની ના નથી પણ પદાર્થ કરતા પરમાત્મા વધુ ગમે છે એટલું
આપણે કહી શકીએ તેમ છીએ ખરા? ભેંસને બાંધવા માટેનો ખીલો ભેંસ કરતા મજબૂત જોઇએ બસ એજ ન્યાયે
મનને વશમાં રાખવા શ્રદ્ધા આપણા મન કરતાં તાકાતવાન જોઇએ. • પ્રભુ ગમે તે રાગભક્તિ છે... પરમાત્માની સાધના ગમે તે યોગ ભક્તિ છે
અને પ્રભુની વિતરાગતા ગમે એ ગુણભક્તિ છે. સંસારથી આત્માનો છૂટકારો ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણને સંસારથી કંટાળો કાયમી આવે તો.
જેમ ત્રણ પ્રવાહો વડે ગંગા પવિત્ર છે તેમ ત્રણ રત્નો વડે પવિત્ર તે તીર્થંકર પદવી પણ સિદ્ધયોગવાળા સાધુને અતિ દૂર નથી.
અનંત જ્ઞાની, કરુણાવંત પરમ ઉપકારી ઉપાધ્યાયજી મહારાજ “સર્વ સમૃદ્ધિ અષ્ટકમાં જણાવી રહ્યા છે કે આ જગતમાં મોક્ષની પદવી કોને દૂર છે? જેમની પાસે રત્નત્રયી નથી. જ્ઞાન-દર્શન-ચારિત્ર નથી, તેને માટે દૂર છે. અનંતકાળે ઘણું બધુ ગમ્યું છે. પણ આ ત્રણ ચીજો ગમાડી નથી. પરમાત્માની ભક્તિ કરવા છતાં ઠેકાણું પડતું નથી. એનું આ જ કારણ છે. પ્રભુ પ્રીતિ થાય, એના ગુણોની સ્મૃતિ થવી જોઇએ, એના માર્ગમાં પ્રવૃત્તિ થાય તો કાંઇક અંતરમાં પરિણતિના અંકુશ ઉગે. પરમાત્માની ભક્તિ ત્રણ પ્રકારે કરવાનો પ્રયત્ન કરો.
૧) રાગભક્તિઃ પ્રભુની વાતો સાંભળો, મન મૂકીને પૂજા કરો. સ્તુતિ-સ્તવનસ્તોત્ર દ્વારા ઉપાસના કરો. જપ યોગનો પ્રારંભ કરો. પ્રણિધાનના ઠેકાણા નથી. સંકલ્પની ખબર નથી ફક્ત ભગવાન ગમે છે. આપણી આંખ બાહ્ય આકારને ચાહે છે.
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો ઔર ન ચાહું કંત રાગ વિના ધર્મની શરૂઆત થાય નહીં. રાગ વિના મિથ્યાત્વ તોડી ન શકાય. રાગ તોડ્યા વિના વૈરાગ્ય પ્રાપ્ત ન થાય. આપણામાં રાગભક્તિ છે કે નહિ તે શંકા છે? • મુંબઈમાં એક પપ્પા સાથે એનો બાબલો ઉપાશ્રયે બિરાજમાન ગુરુ ભગવંતને