________________
નિવૃત્તિ વધે, પાપ ઓછા થાય. ગુણસ્થાનકનો વિકાસ થાય. બાહ્યદૃષ્ટિ છોડવાની આપણી તૈયારી કેટલી? કામસિવાય બહાર જવું નહીં અને ધંધા સિવાય બહાર જવું નહીં. કબીરના વચનો યાદ કરો ‘મન જાએ તો જાને દો મત જાને દો શરીર’ ચિનગારીને પેટ્રોલ મળે તે પ્રજ્વળે અને ચિનગારીને પેટ્રોલ ન મળે તો ઝળહળે નહીં. તેમ આચારનું બળ ન મળે તો ધીમે ધીમે જાય. ઘણાને ટ્રેનમાં બારી પાસે બેસવાનું ગમે? કારણ હવાખાવાનું. પણ પ્લેનમાં બારી પાસે બેસવાનું કારણ? અંદરની સમૃદ્ધિ જોવા બહારના દરવાજા બંધ કરો. અંતરની સમૃદ્ધિના દર્શન નહીં થાય પણ જેની પાસે પુષ્કળ આશ્રવોના સ્થાન ખુલ્લા છે એને અંતરની સમૃદ્ધિનો વિચાર સુદ્ધા નહીં આવે. માંસાહાર વિષેની વાતો પણ ગમતી નથી. એમાંથી જાતની બાદબાકી કરો છો ને? તેમ જીવનમાં પાપના ક્ષેત્રો છોડવાની તૈયારી કેટલી? અર્થદંડના પાપો કરતા અનર્થદંડના પાપો ભયંકર છે. અર્થદંડના પાપ કરતા અનર્થદંડથી બચો. જે પાપોની પાછળ તે અનર્થદંડ. કારણથી દંડાય તે અર્થદંડ અને કારણ વિના દંડાય તે અનર્થદંડ કહેવાય. આનંદઘનજી મહારાજના શબ્દો યાદ રાખો ‘મૂલડો થોડો ને વ્યાજડો ઘણો' માત્ર બે મિનિટની શ્રેણિક રાજાની આનંદની સજા કેટલી? નરકે મોકલી દીધાને? તીર્થંકરના સમ્યકત્વને તોડવાની તાકાત ચીકણાં કર્મોમાં છે. આરાધના ક્ષેત્રે ખાલી જગ્યાઓ પૂરો અને વિરાધના ક્ષેત્રોના દરવાજા બંધ કરો. તમારી આરાધના જે ભાવથી જામતી નથી તે ભાવ ઉમેરી દો. જામી જશે. તમો સંસારથી કેટલા દિવસ અલિપ્ત રહી શકો? એક
સમુદાયના વેષમાં પર્યાયવાળા સાધુનો ૭૦ વર્ષી જુવાન દીકરો મૃત્યુ પામ્યો. સમાચાર સાંભળ્યા. બીજા સાધુએ પૂછ્યું તો કહે રોજ લાખો દીકરાઓ મૃત્યુ પામે છે. મારું છે તે જતું નથી. જાય છે તે મારું નથી પ્રભુ એને સત્બુદ્ધિ આપે એમ કહી પુનઃ સ્વાધ્યાયમાં લાગી ગયા. સાધુ તો સુખિયા ભલા... નું કારણ બહારના દરવાજા બંધ થઇ ગયા. લગ્નમાં જાઓ તો અલિપ્ત રહી શકો? શ્રીકૃષ્ણ પરણનાર દીકરીઓને પ્રશ્ન પૂછતા ‘રાણી થવું છે કે દાસી? લગ્ન કરીને પતિના ઘરે જાય તે દાસી તો બને છે. પણ રાણી બનવું કહેનારને નેમનાથ ભગવાનના ચરણોમાં મોકલવાની હિતશિક્ષા આપી અનેકને સંયમ પંથે વાળ્યા. બાહ્યદષ્ટિ પણ ચારિત્ર તરફ હતી. આપણી તો ફરિયાદ જુદી છે ને વૃત્તિ જુદી છે.
દર્શન ન જામ્યા પણ થિયેટર જામી ગયા. સામાયિક જામતી નથી એના કરતા ગપ્પા વધારે જામ્યા.
‘કરેમિ ભંતે’ જામ્યું કે ‘સામાઇય વયજુત્તો’ જામ્યું? રસ શેમાં? એક સામાયિકમાં ૧૪ રાજલોકના જીવોને શાતા સમાધિ મળે. જેવું સામાયિક પાળો એટલે જીવ હિંસા ચાલુ.