Book Title: Pravachan Parikamma Part 02
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 186
________________ રખડપટ્ટીનું કારણ આરાધના ઓછી કરી છે તે નથી પણ વિરાધના બંધ કરતા જ નથી. લંગોટ પહેરેલ સાધુએ રાજાને કહ્યું તમારી ઊંઘ અલગ છે, અમારી ઊંઘ અમને પરમાત્માથી જોડે છે. અમને પ્રમાદ કરવો ન પરવડે. ૫૦ રૂ.નું દેવું ચૂકવો સામે ૫૦૦ રૂ.નું નવું ઉભું કરો. વિશુદ્ધ પુણ્ય ઉભું ય કરો સામે મલિન પુણ્ય પણ બાંધતા જાઓ છો. તમારે ત્યાં પુણ્ય બંધ છે અમારે ત્યાં કર્મ નિર્જરા છે. નગરની રક્ષા માટે કિલ્લો હોય પણ ઢોરની રક્ષા માટે ખીલો જ હોય. ખીલે બંધાયેલ ઢોર સલામત અને નગર કિલ્લાથી સલામત. વર્તમાન કાળે પાપના બે નિમિત્તો છે. • પાપ પ્રવૃત્તિ ખૂબ કરો ત્યારે ચિક્કાર કર્યો બાંધો છો. • પાપ પ્રવૃત્તિ રસપૂર્વક કરે ચીકણા કર્મનો પ્રવેશ બંધ થાય છે, પ્રવેશ બંધ અને પ્રદેશ બંધને સમજી લો. કર્મદર્શનની ભૂમિકા છે જે ગમે તે મળે અથવા તેમાં ઉત્પન્ન થાઓ. કોઈની સમૃદ્ધિ જુઓ ભલે પણ એના મોહમાં ખેંચાઈ ન જાઓ. દેવશર્માને પત્ની પર ખૂબ રાગ, ગૌતમ સ્વામીએ પ્રતિબોધતા ન બોધ પામ્યા. પત્નીના રોગના કારણે પત્નીનાં માથામાં જૂ તરીકે ઉત્પન્ન થયા. જેને ભગવાન ગમે તેને ભવાંતરમાં ભગવાન મળે અથવા સ્વયં ભગવાન બની જાય. અનેક દેવતાઓ છેલ્લે વનસ્પતિકાય, ત્રસકાય તરીકે ઉત્પન્ન થાય છે. ફરવા ખાતર પણ બહાર આંટો માર્યો તો ખલાસ. કર્મના બંધનો આધાર વિશાળ ક્ષેત્ર છે. તે તમે ખુલ્લા રાખ્યા છે. કુમારપાળે ચાતુર્માસમાં ત્રણ ક્ષેત્ર ખુલ્લા રાખેલા. દેરાસર, ઉપાશ્રય અને ઘર. તે સિવાયના બધા જ ક્ષેત્ર બંધ. • કચ્છ મોટા આસંબીયાના શ્રેષ્ઠિરત્ન શ્રી શામજીભાઈના આ ત્રણ ક્ષેત્ર ખુલ્લા ગામની ગલીઓ પણ વોસિરે! તમો ઘરથી બહાર નીકળો ત્યારે જે ચીજ તમારા ઉપયોગની નથી એની સામે જોવું નથી. મુ. શ્રી નયપ્રભસાગરજી, મુ. શ્રી કંચનસાગરજી બન્ને જે જોઈતું નથી એને જોવું શું કામ? વહોરાવવા આકર્ષક આઇટમો આવે પણ જોઈએ તો પ્રલોભન થાય “ન દેખવું - ન દાજવું' અમો ત્રણ પ્લસ પોઇન્ટથી ઘણા પાપોથી બચી ગયા. ૧) ગલત શ્રવણ, ૨) ગલત સ્મરણ ૩) ગલત દર્શન. બૃહત્કલ્પ-ઓઘ નિર્યુક્તિમાં લખ્યું છે કે કોઈપણ કારણ વગર સાધુ ઉભો થાય તો તેને પ્રાયશ્ચિત આવે છે. કાયગુપ્તિની સક્ઝાયમાં સાધુ બહાર ક્યારે જાય એના કારણો દર્શાવ્યા છે. ૧) પરમાત્મામાં દર્શન કરવા ૨) વિહાર સમયે ૩) આહારગોચરી માટે, ૪) વિહાર-કુદરતી શંકા માટે બહાર જાય એના સિવાય બહાર ન જાય. બાકી સાધના માટે માનસિક તૈયારી કરીને જાય. એક-બે-ત્રણ ઓછા ગુણસ્થાનકમાં ધર્મ પ્રવૃત્તિ થાય. વધે તો ઉપલા ગુણસ્થાનકે વધે નહીં તો પાપ S એમ મેં આ મેં મેં

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196